________________
પ્રતિષ્ઠા તથા આચાર્ય પદવીને મહોત્સવ
૪૮૭ પ્રતિષ્ઠા થાય. પણ ગુજરાંવાલા જવાનું નિશ્ચિત હતું એટલે શું થાય? પણ લાહોરના સદ્ભાગ્ય ક્ષેત્રસ્પશના બળવાન હોવાના કારણે લાહોરમાં જ મહારાજશ્રી રહ્યા અને સંઘની ભાવના સફળ થઈ
મહારાજશ્રીનું ચાતુર્માસ લાહોરમાં નિશ્ચિત થયું સાંભળી શ્રીસંઘના હર્ષ અને ઉત્સાહને પાર નહોતે. પ્રતિષ્ઠિાના મુહું તને પણ નિશ્ચય થયો અને આમંત્રણ પત્રિકાઓ મેકલવામાં આવી. પ્રતિષ્ઠાની તૈયારી માટે વિવિધ સમિતિઓ નિત થઈ અને કાર્યો ધમધોકાર ચાલવા લાગ્યું.
આસપાસના ગામના બહેન ભાઈઓ આવવા લાગ્યા. વિદ્વાને પણ આવ્યા. ગામેગામની ભજનમંડળીઓ આવી પહોંચી. લાહોર જૈન સંઘનું કેન્દ્રસ્થાન બની ગયું. પંજાબ તે ઠીક પણ કાઠીઆવાડ, ગૂજરાત, મારવાડ, અને મેવાડથી પણ ઘણા ઘણા સંભાવિત ગૃહસ્થો આવવા લાગ્યા.
ગામેગામના સંઘે સેનાચાંદીના રથ, પાલખી, ચામર, ચંદની, વગેરે વિવિધ સામગ્રીઓ આનંદપૂર્વક મોકલી અને લાહોર થડા દિવસ તે ઉત્સાહના વિજયનાદેથી ગાજી રહ્યું.
નિશાનડકે દૂરદૂરથી દેખાય અને માનવમેદની તે જેવાને અધીરી થઈ ગઈ હજારે લેકે બન્ને બાજુએ કલાક બે કલાકથી આજની સવારી જેવા તલપાપડ થઈ રહ્યાં હતાં. લાહોરની શોભા અનેરી હતી. નિશાનડુંકે આવી પહ ને પાછળ મહેન્દ્રધ્વજની સેંકડે ધજાઓ ફરફરતી