________________
યુગવીર આચાય
ખીવાણુદીથી વિહાર કરી પામાવા પધાર્યાં, અહીં પણ કલેશાગ્નિ જાજવલ્યમાન હતા. તેને શાંત કરવા આપે ભારે પરિશ્રમ સેન્યા. અહીંથી શિવગંજ આદિ ગામ અને શહેરામાં ઉપદેશ કરતા ખાલી ગામમાં પધાર્યા. માલીના શ્રીસંધે આપને વિનંતિ કરી કે આપશ્રી અહી ચાતુર્માસ કરવા કૃપા કરે। તા અમે ગેાડવાડ વિદ્યાલયને માટે એક લાખ રૂપીઆ કરી આપીએ. પણ આપ સાદડી માટે વચન આપી ચૂકવ્યા હતા તેથી ખાલી માટે તે મંજૂરી કેમ આપી શકાય ? પછી ખાલીના શ્રીસંઘે અન્ય મુનિરાજો માટે માલીમાં ચામાસા માટે આદેશ આપવા વિનંતિ કરી. આપે આપના શિષ્ય પં. શ્રી સાહનવિજયજી, મુનિમહારાજ શ્રી લલિતવિજયજી આદિ પાંચ મુનિરાજેને ખાલી માટે આજ્ઞા આપી અને આપે સાદડીમાં ચેામાસુ કર્યું.
૪૧૪
સાદડીમાં આનંદપૂર્ણાંક ચાતુર્માસ પસાર થવા લાગ્યું. સાદડી, ઘાણેરાવ, ખાલી, લાઠારા, પે।માવા આદિ ગામેામાં લગભગ અઠ્ઠી લાખ રૂપીયાથી વિશેષ ફંડ થયું. બાલીના પણ સાઠ હજાર લખાયા હતા, સાદડીના તેા લાખ ઉપર થઈ ગયા હતા.
સાદડીમાં આપના ઉપદેશથી ‘ શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ”નું અધિવેશન થયુ. ચાતુર્માસ સમાપ્ત થયા પછી પાષ સુદી ૨, ૩ ને ૪ ના દિવસેામાં હોશિયારપુરનિવાસી નાહરગેાત્રીય આસવાલકુલભૂષણ લા. ગુજ્જરમલના પ્રપુત્ર લાલા દોલતરામજીના અધ્યક્ષપણા નીચે બહુજ આનંદપૂર્વક કોન્ફરન્સને ઉત્સવ થયા.