________________
યુગવીર આચાય
તબુએ, ઝૂપડીએ અનાવરાવીને ત્યાં રહેવા લાગ્યા. આપે અહી ચાદરાજ લેકની પૂજાની રચના કરી. પ્લેગની શાંતિ માટે તપશ્ચર્યા વગેરે થયાં. પ્લેગ શાંત થઈ ગયા શ્રીસ ઘસહિત આપ પુનઃ ખુડાલા ગામમાં ચાતુર્માસ પૂર્ણ કર્યું.
પધાર્યાં અને
૪૪
આ ચાતુર્માસમાં સાદડીમાં આપના શિષ્યરત્ન પ. શ્રી લલિતવિજયજીના હાથથી · શ્રી આત્માનંદ જૈન પાઠશાળા––સાદડી”ની સ્થાપના થઈ. મકાન પણ તેને માટે તૈયાર થતું હતું. તે તૈયાર થવાથી આપણા ચરિત્રનાયકની આજ્ઞાથી શ્રીમાન ગુલાબચંદજી ઢઢ્ઢા એ પાઠશાળાના મકાનની ઉદ્દઘાટન ક્રિયા કરી હતી.
ખુડાલાથી વિહાર કર્યા પછી આપના શિષ્ય પં. શ્રી ઉંમગવિજયજી મહારાજ ખુડાલા આવ્યા અને તેમના ઉપદેશથી તેમના જ હાથે એક પુસ્તકાલયની સ્થાપના થઈ. તેનું નામ શ્રી આત્મવલ્લભ જૈન લાયબ્રેરી, ખુડાલા ’રાખવામાં આવ્યું.
6
આપણા ચરિત્રનાયક મુડાલાથી વિહાર કરી વરકાણા પધાર્યા. પં. શ્રી લલિતવિજયજી મહારાજ પણ મુ`ડારાથી સંઘ લઇને વરકાણામાં આપને આવી મળ્યા.
પં. શ્રી લલિતવિજયજી મહારાજે મુડારામાં પણ એ સસ્થાઓની સ્થાપના કરી. એક ‘ શ્રી આત્માનદ જૈન પાઠશાળા—મુંડારા તથા · શ્રી શાન્તિ આત્મવલ્લભ જૈન લાયબ્રેરી—મુંડામા.’ પહેલી સસ્થાનું ફંડ આપણાં ચિરત્રનાયકના ઉપદેશથી થયું હતું. બીજીનું ફૂડ પ. મહારાજશ્રી