________________
પંજાબ-પ્રવેશ
૪૬૧ પંન્યાસજી શ્રી લલિતવિજયજી જઈ રહ્યા હતા. તે આ દશ્ય જોઈ ચકિત થઈ ગયા. આપની પાસેથી બધી સામગ્રી પિતે લઈ લીધી. - ચાંદાથી વિહાર કરી તલવંડી થઈ આપ જીરા પધાર્યા. અહીં આપના બે સાર્વજનિક વ્યાખ્યાન થયાં. તેમાં અધિકારી વર્ગ પણ આવતા હતા. અહીં બે ભાઈઓના મુકદમાં ચાલતા હતા. તેઓને સમજાવી આપે સમાધાન કરાવ્યું.
જીરાથી સુલતાનપુર, કપૂરથલા, કત્તરિપુર આદિ સ્થાનોમાં થઈને ખુપુર પધાર્યા. ગુજરાંવાલાથી વિહાર કરી શ્રી સુમતિવિજયજી સ્વામી તેમજ પં. શ્રી સેહનવિજયજી પણ અહીં આવી મળ્યા. અહીંથી વિહાર કરી આપ નસરાલા ગામમાં પધાર્યા. બધા સાધુઓ અહીં મળી ગયા. હશિયારપુરથી શ્રી વિબુધવિજયજી તથા શ્રી વિચક્ષણવિજયજી પણ અહીં આવી પહોંચ્યા.
ફાગણ સુદી પંચમીને દિવસે આપે સર્વ સાધુઓ સહિત હોશિયારપુરમાં પ્રવેશ કર્યો અને ગુરુદેવના સ્મારકમાં શ્રી આત્માનંદ જૈન મહા વિદ્યાલયની સ્થાપના માટે આપની પ્રેરણાથી ફંડ થયું.
દેશમાં રાષ્ટ્રીય આંદોલન ચાલી રહ્યું હતું. સ્વદેશી વસ્તુઓને માટે દેશભરમાં મોટી હલચલ મચી હતી. મહા
ત્મા ગાંધીજી હિંદભરના પ્રવાસે નીકળ્યા હતા. ખાદીના પોષાક માટે જગ્યાએ જગ્યાએ પ્રચાર થઈ રહ્યા હતે. હજારેલાખ લેકે મલમલ અને રેશમી વિલાયતી વસ્ત્રોનો ત્યાગ