________________
૪૯૪
યુગવીર આચાર્ય દયા! આપની સેવામાં પાછો ન આવી જાઉં ત્યાં સુધી દસ દ્રવ્ય વાપરવાનું કાયમ રાખશે. નિર્વાહ ભલે છે કે ચાર જેટલાથી કરવા ધારો તેટલાથી કરે પણ દસ દ્રવ્યથી ઓછાની પ્રતિજ્ઞા ન કરવી.”
જેવી તારી ઈચ્છા, હવે સુખેથી સીધા. મારા તમને આશીર્વાદ છે. વિદ્યાલયનું કાર્ય સફળ કરીને સુખરૂપ આવી જશે. મારા આત્માને આજે ખૂબ આનંદ થયે.” આપણા ચરિત્રનાયકે સંતે વ્યકત કર્યો.
પં. લલિતવિજયજી મહારાજે આશીર્વાદ લઈને વિહાર કર્યો. આપણું ચરિત્રનાયકે મુંબઈ શ્રીસંઘ ઉપર એ વિષે એક મનનીય પત્ર લખ્યો હતો તે “ આવશ્યક પત્ર” માં બીજા ભાગમાં આવશે.
પં. લલિતવિજયજીએ પિતાના શિષ્ય પ્રભાવિજયજી સાથે વિહાર કર્યો. સીધા મુંબઈ પહોંચવાના ઈરાદાથી લાંબા લાંબા વિહાર શરૂ કર્યા. ટાઢ-તડકે, ગરમી—શરદી, આહાર–પાણી, આરામ-નિદ્રા કશાનો વિચાર કર્યા વિના ગુરુદેવની આજ્ઞા નજર સમીપ રાખીને ચાલ્યા જાય છે. કઈ કઈ જગ્યાએ આહાર પાડ્યું નથી મળતાં તે ચણા વહેરીને કે છાશ વહોરીને ગુજર ચલાવે છે. કઈ કઈ વખતે તે આરામ માટે સ્થાન મળતું નથી. મચ્છરોથી ભરેલા એટલે કે ખંડેર યા ઝૂંપડીમાં પણ નિર્વાહ કરે પડે છે. લાંબા વિહારથી પગ તળવાઈ જાય છે કે ભારે પરિશ્રમથી શરીરમાં અશકિત આવે છે. ઓચિંતે કસમયે વરસાદ