________________
તપસ્વી જીવન
૪૭૨
આવી પડે છે કે પવનના ઝપાટા ચાલે છે. કશાની પરવા એ ગુરુભકતને નથી. એક જ દયેયને દષ્ટિ સમીપ રાખીને ચાલ્યા જાય છે. એ વિહારના કષ્ટના બે ત્રણ પ્રસંગે તો અજબ છે પણ તે અહીં મૂકવા જતાં આપણા ચરિત્રનાયકના જીવન પ્રસંગે ટૂંકાય તે દષ્ટિએ એટલે જ ઉલ્લેખ આપી સંતોષ ધારણ કરવું પડે છે કે પં. લલિતવિજયજી ગુરુદેવની આજ્ઞા પ્રમાણે શ્રી મહાવીર જૈન વિદ્યાલયને માટે ભારે પરિશ્રમ વેઠીને થોડા જ સમયમાં મુંબઈ પહોંચી ગયા અને જયારે આપણા ચરિત્રનાયકે તે વિહારના પ્રસંગે સાંભળ્યા ત્યારે ખુદ ગુરુદેવથી ધન્ય, ધન્ય, બેલાઈ ગયું. ૫. લલિતવિજયજની ગુરુભકિત માટે ભારે સન્માન ઉત્પન્ન થયું.
હોશિયારપુરથી વિહાર કરી આપ કાંગડાની યાત્રા માટે પધાર્યા. કાંગડાનું નામ પહેલાં નગરકેટ હતું. પ્રાચીન કાળમાં તે “ત્રિગત” ના નામથી વિખ્યાત હતું. અહીં તે સમયે ભવ્ય જનમંદિર હતું અને જેનેની બહુ સારી વસ્તી હતી. અહીં સરકારી કિલ્લામાં ભગવાન શ્રી આદિનાથની ભવ્ય મૂર્તિ છે. તેને જૈનના કબજામાં લેવા માટે આપણું ચરિત્રનાયકે ઘણીવાર પ્રયત્ન કર્યા. ઘણું ઘણા પ્રયત્નો કર્યા છતાં કાંગડાની પ્રતિમા જેનેને મળી નથી.
, કાંગડાની યાત્રા કરી આપ પાછા હેશિયારપુર પધાર્યા. અહીંથી વિહાર કરી મિયાની, ઉરમ આદિ સ્થાનમાં જીવોને ઉપદેશામૃત પીવરાવતા આપ જંડિયાલાગુરુ પધાર્યા.