________________
પ્રતિષ્ઠા તથા આચાર્યપદવીનો મહત્સવ
૪૮૧ સુંદર થઈ છે. આપ પણ દિવસરાત ક્યાં જુએ છે ! પ્રત્યેક ઝીણામાં ઝીણી વાત પણ આપના માર્ગદર્શન પ્રમાણે વ્યવસ્થિત થાય છે. ” લાલા માણેકચંદજીએ ગુરુવર્યના પરિશ્રમની પ્રશંસા કરી.
અમારા સૌભાગ્ય કે આપ ગુજરાનવાલા જતાં જતાં અહીં રોકાઈ ગયા અને આ અપૂર્વ અવસર મળે. પણુ ગુરુદેવ અમે આપને એક પ્રાર્થના કરવા આવ્યા છીએ.” બાબુ મેતીલાલજીએ સૂચન કર્યું.
“બાબુજી ! હવે શું બાકી રહ્યું છે. તમે જાણો છો મારે મીઠાઈનો ત્યાગ છે. મારી પ્રતિજ્ઞા માટે તમે કશું ન કહેશે. હા, બીજી કોઈ શકય વાત હશે તે હું આગ્રહી નથી.” આપણા ચરિત્રનાયકે સ્પષ્ટતા કરી.
“ગુરુદેવ! આપની પ્રતિજ્ઞા માટે અમે કશું નથી કહેતા પણ આ પ્રતિષ્ઠાના મંગળ પ્રસંગે અમે પંજાબ શ્રીસંઘે અને ગુજરાત-મારવાડના જૈન સંઘેએ આપને આચાર્યપદવી આપવા નિર્ણય કર્યો છે. આપ અમારી આ પ્રાર્થના સ્વીકારે અને અમારા આનંદમાં વૃદ્ધિ કરો.” લાલા મંગતરામે નિર્ણય જણાવ્યો.”
ભાગ્યવાન ! આચાર્ય બનવાવાળાને પૂછયા વિના જ નિર્ણય કરી શકાય કે તમે બધા શું વિચારીને આવ્યા છે? તમે જાણો છો હું તે ગુરુદેવને એકનિષ્ઠ સેવક છું. તેમને સંદેશ–ગામેગામ, શહેરેશહેર, ઘેરઘેર, ઉપાશ્રયે ઉપાશ્રયે અને પ્યારા પંજાબને આપવાને મારે ધર્મ છે. તે હું આખરી દમ સુધી પાળીશ અને મારા જીવનને એ ૩૧