________________
તપસ્વી જીવન
“મારી એજ ઈચ્છા છે કે તમે હિમ્મત કરીને ઉપડે. ગુરુદેવ તમારું કાર્ય સફળ કરશે. હું અહીંનું સંભાળીશ. ત્યાંનું કામ પણ થશે અને અહીંનું કામ પણ થશે.”
જેવી ગુરુદેવની આજ્ઞા. આપનું કલ્યાણકારી નામ અને યશેકીતિ સર્વત્ર સહાયક થશે તેમાં જરાપણ સંદેહ નથી. પરંતુ મારી પણ એક પ્રાર્થના આપે સ્વીકારવી પડશે.” પં. લલિતવિજયજીએ ગુરુદેવની આજ્ઞા શિરેધાર્યા કરી.
એવું શું છે? નિસંકેચ કહો.”
કૃપાનાથ ! આપનું શરીર તપસ્યાને ચગ્ય નથી. જુઓને કેવું કૃશ થઈ ગયું છે? તપશ્ચર્યા કરવાનું તે આપ તપસ્વી ગુણવિજયજીને સોંપી દયે. આપ શરીરની જતના કરો. આ શરીરથી ઘણાં ઘણાં કાર્યો સાધવાનાં છે.”
ભેળા રે ભેળા ! મારાથી તપશ્ચર્યા થાય છે જ કયાં ? અને તારું મન દુઃખાતું હોય તે હવે સંભાળીશ.”
એમ નહિ, એકાસણું તે બંધ જ કરે. મીઠાઈની પ્રતિજ્ઞા માટે હું પણ પ્રયત્ન કરીશ અને આપની ભાવના સફળ થશે.”
એકાસણાથી તું નારાજ છે તે ચોમાસા પછી તે બંધ કરીશ પણ અષ્ટમી—ચતુર્દશીના ઉપવાસ અને તિથિના એકાસણા તે ચાલુ રહેશે. બાકીના દિવસોમાં બેસણું કરીશ. બસ, થયે સંતોષ? હવે કાંઈ કહેવું છે?” ગુરુવયે ખુલાસો કર્યો.