________________
૪૭૨
તપસ્વી જીવન લીધે અને ત્રણ ઉપવાસ હોવા છતાં ખૂબ શાંતિ અને આનંદથી સંવત્સરીના દિવસે કલ્પસૂત્ર—બારસાનું વ્યાખ્યાન વાંચી સંભળાવ્યું.
આ અઠમ તપના પારણાના દિવસે લાલા ગુજરમલ્લજીને પત્ર લાલા શૈલતરામજીએ રૂ. ૧૦૧) જીવદયામાં આપ્યા, બીજી રકમ પણ જીવદયામાં થઈ હતી. તે મુંબઈ મોકલવામાં આવી.
આ તપસ્વી જીવનને આપણા ચરિત્રનાયકને આનંદ અનુપમ હતો. હવે તે ચાર ચાર ઉપવાસ કરવાની ભાવના સેવે છે. ધન્ય એ તપસ્વી, ધન્ય એ તપશ્ચર્યા, ધન્ય એ અભિગ્રહ. ધન્ય એ પ્રતિજ્ઞા.
ધર્મ–સમાજ–પંજાબ-સંઘ અને શિક્ષણના ઉત્થાન માટેની કેવી તમન્ના !
તાશ્ચયથી શરીર કૃશ થઈ રહ્યું હતું. શક્તિ પણ ઘટી ગયેલી હતી. ધ્યાન અને માન, અભ્યાસ અને અવગહન, ચિંતન અને મનન સિવાય બીજો વિચાર નહોતે. શિવે આ કૃશતા જોઈ દુઃખી રહેતા. પં. લલિતવિજયજી તે બહુજ ખિન્ન રહેતા પણ પ્રતિજ્ઞાના નામથી ચૂપ રહેતા. આજે ટપાલ આવી. ગુરુદેવ પત્ર વાંચી રહ્યા હતા. એક પત્ર વાંચીને ચિંતામાં પડી ગયા આપ્તજન જેવા પં. લલિતવિજયજી ગુરુદેવના હૃદયની વ્યથા સમજી ગયા. શાંતિથી પાસે ગયા. તપશ્ચર્યાથી પાંસળાં દેખાતાં હતાં. પંન્યાસજીની આંખો આ જોઈ સજળ થઈ ગઈ. હિંમત