________________
૪૧૯
ચાલુ છે અને હવે તો તેની તૈયારી છે. કુંડ પણ થયું છે.”
જ્યાંસુધી પંજાબના કોઈ શહેરમાં તેની શરૂઆત ન થાય ત્યાંસુધી મારા આત્માને ચેન કેમ પડે?”
ગુરુદેવ! એકાસણા ફરી શરૂ કર્યા, દસ દ્રવ્યોથી વિશેષ ન લેવાનો નિયમ છે. વળી મીઠાઈ પણ છોડી. આટલું ઓછું છે કે ચતુર્દશી અને પૂર્ણિમા તેમજ ચતુર્દશી અને અમાવાસ્થાના છઠ કરવાનું શરૂ કર્યું છે.”
ભાઈ તપશ્ચર્યામાં મને આનંદ છે. તપશ્ચર્યાથી કમ પાતળાં પડે છે. આત્માને ખૂબ શાન્તિ રહે છે. મનનચિંતન નિદિધ્યાસન થાય છે. પવિત્ર ભાવ આવે છે અને અમૃતરસના ઘુંટડા પીતા હોઈએ તે આત્માનંદ થાય છે.” આપણું ચરિત્રનાયકે તપશ્ચર્યાને આનંદ વ્યક્ત કર્યો.
તરણતારણ! પણ આ શરીરની પણ દયા ચિંતવવી કે નહિ! આ શરીરથી હજી ઘણું કામ લેવાનું છે. આપને દેહ આમ તપશ્ચર્યાથી જીર્ણ બનાવી દેવાનો નથી. તે ઉપર અમારો શિષ્યને, ભકતને, સમાજને અને શાસનનો હક છે. વળી ઓછામાં પૂરું આપે બાર તિથિ મૌનવૃત્ત સ્વીકાર્યું છે. અમે તે પામર રહ્યા. આથી અકળાઈ જઈએ. આપને સંયમ–આપની દઢતા–આપની સહનશક્તિ અને આપની તપશ્ચર્યા જરૂર જરૂર ફળશે.” પન્યાસજીએ પિતાની ભાવના દર્શાવી.
“તું દુઃખી ન થા. ધર્મપસાથે બધાં રૂડાં વાનાં થઈ રહેશે. તપશ્ચર્યા વિના સિદ્ધિ નથી. તું તો મને ખૂબ સહાયક થઈ પડયો છે. વ્યાખ્યાન આદિનું કામ તે ઉપાડી લીધું છે તેથી