________________
४७०
યુગવીર આચાર્ય તે હું નિશ્ચિતતાથી તપશ્ચર્યા કરું છું. એગ્ય ઉત્તર સાધક મળવાથી કાર્યની સિદ્ધિ થઈ શકે છે. તેથી તે કેટલાંએ સૂત્રોના સ્વાધ્યાય મારે થયા. મારી કેટલા વર્ષોથી આઠમ કરવાની અભિલાષા હતી તે પણ પૂર્ણ થઈ. મને તે હવે તપશ્ચર્યાથી ભારે આનંદ મળે છે.” મહારાજશ્રીએ પન્યાસશ્રી લલિતવિજયજી પાસે પિતાનું હૃદય કહ્યું.
પંજાબ પહોંચવાની ઉતાવળ હતી. ગુરુદેવને ધર્મબગીચે સૂકાઈ રહ્યા હતા. તેની જવાબદારી પિતાની હતી. ગુરુદેવે તે બગીચા લીલમલોલ-લીલુંછમ હર્યોભર્યો રાખવાની આજ્ઞા આપણા ચરિત્રનાયકને કરી હતી. ગુરુદેવનું
મરણ હમેશાં રહેતું અને પંજાબના બધા શહેરના શ્રીસંઘની વિનંતિઓ વારંવાર ગૂજરાત-કઠિયાવાડ મારવાડ રજપૂતાના આવતી હતી. આપણા ચરિત્રનાયક પણ પંજાબ પહોંચી જવા ભારે ઉત્સુક હતા પણ મારવાડના વૈદ્ધારની દૃષ્ટિથી ત્યાં રહી ગયા અને તેથી જ જ્યાંસુધી પંજાબ ન પહોંચાય ત્યાંસુધી એકાસણાની તપશ્ચર્યા શરૂ કરી. પંજાબ પહોંચ્યા અને શિષ્યોના આગ્રહથી એકાસણું છોડ્યાં. દશ દ્રવ્યની તે પ્રતિજ્ઞા હતી જ પણ એકાસણું છેડવાથી મન ખિન્ન રહેવા લાગ્યું. તપશ્ચર્યા કાર્યની સિદ્ધિમાં ઉપયેગી જણાવાથી ફરી એકાસણું શરૂ કર્યા. બબે ઉપવાસ શરૂ કર્યા એટલું જ નહિ પણ બાર ર્તાિએ માન ધારણ કર્યું અને જ્યાંસુધી સરસ્વતી મંદિરનું ખાત મુહૂર્ત પંજાબના કેઈ શહેરમાં ન થાય ત્યાંસુધી મીઠાઈનો પણ ત્યાગ કર્યો. અઠમ કરવાની વર્ષોની અભિલાષા પણ પૂર્ણ થઈ અને પર્યુષણમાં આઠમ