________________
પંજાબ- પ્રવેશ
૪૬૫
સ્કૂલ” ને હાઈસ્કૂલ બનાવવાની હતી. આપના ઉપદેશથી તે માટે રૂ. ૨૨૦૦૦) મળ્યા અને મકાનને માટે ઘણા વિદ્યાપ્રેમી ગૃહસ્થોએ ઓરડાઓ આપવા વચન આપ્યાં.
કાર્તિક સુદી પંચમી (૧૯૭૯) ના દિવસે ગુજરાનવાલા નિવાસી લાલા જગન્નાથજીના શુભ હસ્તે એક પુસ્તકાલયની ઉદ્દઘાટન કિયા થઈ તેમાં આપે પિતાના ૩૦૦૦ લગભગ પુસ્તકો ભેટ આપ્યાં. આ ગ્રંથમાં કેટલાંક તે બહુ જ પ્રાચીન હસ્તલિખિત હતાં. આ ઉપરાંત મહારાજશ્રીના ઉપદેશથી ૧૧ શ્રાવિકાઓએ પુસ્તકોને માટે કબાટ જ્ઞાનભક્તિ નિમિત્ત બનાવરાવી આપ્યાં હતાં.
આ ચાતુર્માસમાં તપશ્ચર્યા પણ ખૂબ થઈ મુનિ મહારાજશ્રી ગુણવિજયજી મહારાજની તપશ્ચર્યા તે અભૂત ગણાય. તેમણે ૭૬ દિવસમાં માત્ર ૭ દિવસ અન્નગ્રહણ કર્યું હતું.
આ રીતે સં. ૧૯૭૮ નું છત્રીસમું ચાતુર્માસ અંબાલામાં ખૂબ આનંદપૂર્વક સંપૂર્ણ થયું.
સમાનાને મંદિરની પ્રતિષ્ઠા માટે વિનંતિ આવેલી હતી તેથી ગ્રામાનુગ્રામ વિહાર કરતાં અને ઉપદેશામૃતનું પાન કરાવતાં મહારાજશ્રી પતિયાલા થઈ સમાના પધાર્યા. અહીં આપનું અપૂર્વ સ્વાગત થયું. અહીં જૈન જૈનેતર ભાઈઓમાં કલેશ હોવાથી મુકદ્દમે ચાલી રહ્યો હતો. મહારાજશ્રીએ બન્ને પક્ષેને ખૂબ સમજાવ્યા અને સમાધાન કરાવ્યું. સં. ૧૯૭૯ ના મહા સુદી ૧૧ ના શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિષ્ઠા આનંદેત્સવની સાથે કરાવી.
૩૦