________________
પંજાબ-પ્રવેશ
૪૩ હોશિયારપુરથી ફગવાડા થઈ ફિલોર પધાર્યા. અહીંથી આહાર કરી બપોર પછી નીકળ્યા પણ ચાલતાં ચાલતાં સાંજ પડી જવાથી માર્ગમાં જ એક આમ્રવૃક્ષની નીચે રાત્રિવાસો રહ્યા.
અહીંથી લુધિયાના પધાર્યા. સમારેહપૂર્વક નગરપ્રવેશ થયો. ઉપાશ્રયમાં એટલી તે ભીડ થઈ કે આગળની દીવાલો તોડી નાંખવી પડી. હિંદુમુસલમાન ભાઈએ વ્યાખ્યાનમાં આવ્યા હતા. એક મુસલમાન કુટુંબે માંસાહારનો ત્યાગ કર્યો.
એક બ્રાહ્મણને છોકરો શરાબી હતો. તેને સમજાવી શરાબનો ત્યાગ કરાવ્યું અને તેણે વ્યાખ્યાનમાં ઊભા થઈને પ્રતિજ્ઞા લીધી.
અહીં ચાતુર્માસ માટે શ્રીસંઘ તેમજ હિંદુ મુસલમાનભાઈઓએ પણ પ્રાર્થના કરી, એટલું જ નહિ પણ “આપ ચાતુર્માસ રહો તે ત્રીસ-ચાલીશ હજાર ફંડ થશે અને પાઠશાળા સ્થપાશે ” તેમ જણાવ્યું પણ પંજાબના શ્રીસંઘે મળીને અંબાલાનું ચાતુર્માસ નકકી કર્યું હોવાથી ત્યાં ન રહી શકયા.
અહીં શ્રી આત્મારામજી મહારાજની જયન્તી બહુ આનંદપૂર્વક ઉજવવામાં આવી. બે હજાર ભાઈબહેને હાજર હતા. જયન્તીની યાદમાં ઘણા લોકેએ એવી પ્રતિજ્ઞા લીધી કે ચરબીવાળા અપવિત્ર વસ્ત્રો લગ્નાદિ પ્રસંગોમાં ઉપયોગમાં ન લેવાં. આથી હજારેને ખર્ચ પણ બચી ગયે.
લુધિયાનાથી વિહાર કરી આ૫ ૧૯૭૮ ના જેઠ વદ