________________
સર
યુગવીર આચાય
કરી જાડી પણ સ્વદેશી ખાદી ધારણ કરવા પ્રતિજ્ઞા લઈ રહ્યા હતા. આપ પણ જ્યારે ખીઆવરમાં હતા ત્યારે જ વિચારી રહ્યા હતા કે મિલના કપડાં પહેરવાં ધાર્મિક દૃષ્ટિએ ઉચિત છે કે કેમ ? છેવટે આપે નિચ કર્યા કે અનુચિત છે. કારણ મિલના કપડામાં ચરખી લાગે છે અને ચરખી હિંસા વિના થતી નથી, તેથી બીકાનેરમાં આપે શુદ્ધ ખાદી પહેરવી શરૂ કરી હતી.
પંજાબના પ્રવેશ સમયે તે આપની ભાવના હતી કે પંજાખ શ્રીસંઘ શુદ્ધ ખાદીના પવિત્ર પેાષાકમાં જ સજ્જ થઇને હુશિયારપુરના પ્રવેશ સમયે આવે અને એમજ અન્યુ, સ્ત્રી-પુરુષા બધાં ખાદીમાં આવ્યાં હતાં. એ દૃશ્ય પશુ મનેાહર હતું.
મહાવીર જયન્તી ખૂબ ઠાઠમાઠથી ઉજવવામાં આવી. તે પ્રસંગે મહારાજશ્રીએ અહિંસાની ષ્ટિએ ખાદીની વશ્યકતા ઉપર મનનીય વ્યાખ્યાન આપ્યું અને તેના ફલસ્વરૂપ નીચે પ્રમાણે ઠરાવેા થયાઃ
૧ અપવિત્ર કેશરને પૂજામાં ઉપયેાગ ન કરવેા.
૨ પ્રભુપૂજામાં હાથથી કાંતેલા અને હાથે વણેલા શુદ્ધ સ્વદેશી વસ્ત્રાજ પહેરવાં.
૩ મિલના અને ચરબીવાળા અપવિત્ર કપડાં પહેરીને પ્રભુપૂથ્વ ન કરવી.
૪ અંગ લુછના—પ્રભુના શરીર લુછવાના કપડાં પણ એવાં જ પવિત્ર હાવાં જોઈ એ.
૫ મદિરમાં નૈવેદ્ય પણ દેશી સાકરનું હેવુ જોઈએ.