________________
=
=
યુગવોર આચાય
પંજાબની ભૂમિમાં આપણા ચરિત્રનાયક પધાર્યા અને ડબવાલીમંડીમાં પંજાબના શ્રીસંઘે આપનું ભવ્ય સ્વાગત કર્યું. બધા સંઘોએ પોતપોતાના શહેરમાં ચાતુર્માસ માટે વિનતિ કરી.
મહારાજશ્રીએ જણાવ્યું. “ શ્રીસંઘ પંજાબ મળીને નિર્ણય કરે ત્યાં હું પહેલાં આવવા માટે તૈયાર છું. પણ ચાતુર્માસ માટે વર્ષોથી અંબાલાનિવાસી ધર્મનિષ્ઠ લાલા ગંગારામજીને આગ્રહ હોવાથી અમે બધા મુનિએ અંબાલામાં ચાતુર્માસ કરીએ તે સારું તેમ મારી ભાવના છે. વળી મેં પંજાબમાં વિચરતા વૃદ્ધ મુનિ મહારાજશ્રી સુમતિવિજયજી મહારાજ અને પં. સેહનવિજયજી આદિને પણ અંબાલા મળવા માટે પહેલેથી જણાવી દીધું છે. આ ઉપરાંત અંબાલાની શ્રી આત્માનંદ જૈન સ્કૂલના વિકાસ માટે પ્રયત્ન કરવાની મારી ભાવના છે.”
શ્રીસંઘ પંજાબે મળીને સર્વ સમ્મતિથી એ નિર્ણય કર્યો કે મહારાજશ્રી પહેલાં હોશિયારપુરમાં પધારે ત્યાં લાભની સંભાવના વિશેષ છે.
ડબવાલીમંડીથી વિહાર કરી આપ ભરિંડાં પધાર્યા. હિંદુ-મુસલમાન ભાઈ એ આપનું સ્વાગત કર્યું. અહીં સાર્વજનિક વ્યાખ્યાન થયું. ઘણા લોકેએ માંસમદિરાને ત્યાગ કર્યો. અહીંથી જેતે, કેટકપૂરા થઈ ચાંદા પધાર્યા. રસ્તામાં બે સાધુઓને જવર આવી ગયે તે વખતે પોતે બનેની ઉપાધિઓ લઈ લીધી. કેવી સમયજ્ઞતા ! આગળ