________________
૪૪૭
ગેડવાડમાં પ્રચારકાર્ય લલિતવિજયજીના ઉપદેશથી થયું હતું.
વરકાણાથી રાણી, ચચેરી, વગેરે થઈ ખાંડ પધાર્યા. અહીં આપના ઉપદેશથી પાઠશાળા સ્થાપન કરવામાં આવી. ખાંડથી ગુદોજ પધાર્યા. અહીં પણ આપના ઉપદેશથી પાઠશાળા સ્થાપિત થઈ.
કુલ્લાગામ વિહારના રસ્તાથી દૂર હતું. ત્યાં જવાની ઈચ્છા નહોતી પણ કુલ્લાના એક શ્રાવકે એક દિવસ આવીને મહારાજશ્રી પાસે ઉપવાસનું પચ્ચખાણ લીધું અને પછી કહ્યું
આપ જ્યાંસુધી અમારા ગામમાં પધારવાની વિનતિને સ્વીકાર નહિ કરે ત્યાં સુધી હું પારણું નહિ કરું.”
“ભલા માણસ! આમ કરવાની શું જરૂર હતી. તમે એમ ને એમ વિનતિ કરી હતી તે પણ હું આવત.”
સાહેબઅમારું ગામ રસ્તાથી દૂર. ગુરુદેવના દર્શન અમને થાય જ નહિ. અમારે ગામ પધારે પણ કેણ. આજ આપ દયાનિધિ પધાર્યા છે તો અમને આપને લાભ કેમ ન મળે? માફ કરશે. હું તે આપને ચરણસેવક છું.” પેલા ભાઈ એ ક્ષમા માગી.
મહારાજશ્રી કુલ્લા ગયા અને ત્યાં એક સાધમી વાત્સલ્ય પણ થયું.
કુલ્લાથી વિહાર કરી ગ્રામાનુગ્રામ વિચરતા પાલી પધાર્યા. પાલીમાં સમારોહની સાથે નગરપ્રવેશ થયા. પૂજા– પ્રભાવના–નોકારશી થયાં. એક પાઠશાળા પણ સ્થાપિત કરી.