________________
-
---
૪૫૦
યુગવીર આચાર્ય
આ ઉપાશ્રયની પાસે જ મારી હવેલી છે. હું એક દિવસ ઉપાશ્રયની ધામધૂમ જોઈને આવ્યા ને જ્યારે મેં આપની અમૃતવાણી સાંભળી ત્યારથી હું ને મારી ગૃહિણી બને તેને લાભ લઈએ છીએ.”
બહુ આનંદની વાત છે. તમારે હવે જૈન ધર્મના જરૂરી આચાર પણ પાળવા જોઈશે ખરુને?” મહારાજશ્રીએ હસતાં હસતાં શ્રાવક બનવાની યુક્તિ બતાવી.
દયાળુ ! આપની આજ્ઞા મારે શિરે ધાર્યું છે. પણ મારાથી થઈ શકે તે આચાર હું જરૂર પાળીશ.”
“સપ્ત વ્યસન વિષે તમે વ્યાખ્યાનમાં સાંભળ્યું છે. કંદમૂળ વિષે પણ આપણે ચર્ચા કરી છે. રહી રાત્રિભેજનની વાત, તે માટે મારે હમણાં આગ્રહ નથી પણ માસાના ચાર માસ તેને ત્યાગ કરશે તે પછી તમે જ હમેશાને માટે તેને આગ્રહ રાખશે.”
કૃપાનિધાન ! સપ્ત વ્યસન અને કંદમૂળ ત્યાગની પ્રતિજ્ઞા આપે. નિત્ય દેવદર્શન પણ કરીશ અને ચાતુર્માસમાં તો રાત્રિભેજનને ત્યાગજ રાખીશ.”
ધન્ય! ધન્ય ! ગુરુદેવના ઉપદેશમાં કેવા રંગાઈ ગયા છે.” પાસેના શ્રાવકે એ ધન્યવાદ આપ્યા. આપણા ચરિત્રનાયકે આ વર્ષમાં જગપૂજ્ય શ્રી હીરવિજયસૂરીશ્વરની જયન્તીની શરૂઆત બીકાનેરમાં કરી અને હિંદુસ્થાનભરમાં જયન્તી ઉત્સવ ઉજવવા માટે પ્રેરણાત્મક આંદોલન કરવામાં આવ્યું.