________________
४४८
યુગવીર આચાર્ય પાલીથી આપ જાડણ પધાર્યા. પાલીના ૫૦-૬૦ ભાઈઓ પણ સાથે આવ્યા. જાડણમાં કુસંપ હતું તેને માટે આપણા ચરિત્રનાયકે ભારે પ્રયત્ન કર્યો અને તે કુસંપ દૂર થ, પછા દહેરાસરના જીર્ણોદ્ધાર વિષે વાત કરી અને આપના ઉપદેશથી મંદિર તથા ધર્મશાળાના જીર્ણોદ્ધાર માટે ફંડ થયું. પાલીના ભાઈઓએ પણ પિતાને ફાળે આપે. અહીં કેટલાક સ્થાનકવાસી ભાઈઓએ મહારાજશ્રી પાસે પૂજા-પાઠના નિયમ લીધા અને આપને વાસક્ષેપ લીધે.
અહીંથી આપ સેજત પધાર્યા. સેજત શહેરમાં દસ મંદિરે છે. તેની વ્યવસ્થા બરાબર નહોતી. મહારાજશ્રીએ ઉપદેશ આપી “શ્રી શાન્તિ વર્ધમાન પેઢી” ના નામથી પેઢી સ્થાપન કરાવી અને તે દ્વારા મંદિરે જીર્ણોદ્ધારનું કાર્ય શરૂ કરવામાં આવ્યું. અહીં કેટલાક શ્રાવકે સ્થાનક વાસી પંથ તરફ ઢળતા માલુમ પડતા હતા તે મહારાજશ્રીના ઉપદેશથી પક્કા પ્રભુપૂજક થઈ ગયા.
અહીંથી વિહાર કરતા અને ગ્રામવાસીઓને ઉપદેશ આપતા આપ કાપડજી તીર્થની યાત્રા કરી. અહીં લોકોને ઉતરવા માટે બહુજ મુશ્કેલી રહેતી હોવાથી મહારાજશ્રીએ ઉપદેશ દઈને કાપડૅજીમાં એક ધર્મશાળા માટે નિર્ણય કરાવી તેનું ખાતમુહૂર્ત કરાવ્યું.
અહીંથી ખ્યાવર પધાર્યા. અહીં અઠ્ઠાઈ મહોત્સવ કરવામાં આવ્યો તથા શાન્તિસ્નાત્ર થયું.
પૂલચંદજી કાંકરીયા તથા શાહજી ઉદયમલજીને આપસમાં ઘણા વખતથી વૈમનસ્ય હતું. બે ભાઈઓને ત્રીસ