________________
ગેડવાડમાં પ્રચારકાર્ય
૪૫૧ અહીં ચાતુર્માસમાં આપે એક પાંચ જ્ઞાનની અને બીજી સમ્યગુ દર્શનની એમ બે પૂજાએ બનાવી.
અજમેર, જત, નાગોર, મુંબઈ, પાટણ અને અમદાવાદ આદિ શહેરોના ભાઈઓ આપને વંદણ કરવા આવ્યા હતા. પંજાબ શ્રીસંઘનું એક પ્રતિનિધિમંડળ આઅને પંજાબનું આમંત્રણ આપવા આવ્યું હતું–તે વખતે પંજાબીભાઈએ એક દર્દભરી પ્રાર્થના ગુરુદેવને કરી હતી, તે હજી પણ શ્રેતાઓના કાનમાં ગુંજે છે.
અહીં બીકાનેરમાં તપશ્ચર્યા ઘણી સારી થઈ. ચાર મા ખમણ, પાંચ પાક્ષિક, પંદર અઠ્ઠાઈએ, બસે અઠમ અને બસે છઠ, મહારાજશ્રીએ પણ માત્ર ૧૨ દ્રવ્યની છૂટ રાખી હતી.
આ રીતે સં. ૧૯૭૭ નું પાંત્રીસમું ચાતુર્માસ બીકાનેરમાં સંપૂર્ણ થયું.
અહીંથી કારતક વદી ૫ ના દિવસે આપે વિહાર કર્યો વિહાર કરીને એક ગામમાં આવ્યા. ઉપાશ્રય તે કચેરી બની હતી. એક ધર્મશાળામાં ઊતર્યા. પં. શ્રીલલિતવિજયજી ગામના ઠાકરને ત્યાં ગોચરી ગયા. ત્યાં ચૂલા પર ખીર ચડતી હતી. ઠાકોરે તે લેવા બહુ આગ્રહ કર્યો પણ પંન્યાસજીએ સાધુના આચાર કહી બતાવ્યા. પંન્યાસજીની મીઠી મધુરી સંસ્કૃતમય વાણીથી ઠાકરને બહુ જ પ્રસનતા થઈ
તે સમય મેળવી મહારાજશ્રી પાસે આવ્યા. આપણું ચરિત્રનાયકે તેમને ધર્મનું રહસ્ય અને જીવનની સાર્થકતા