________________
યુગવીર આચાય ગેડવાડમાં આપ અધૂરું કામ છોડી જાઓ તે તે બરાબર નહિ. અમે આપ કહે તે કરવા તૈયાર છીએ.” ખુડાલાના આગેવાનોએ વિશેષ પ્રાર્થના કરી.
“ભાગ્યવાન ! બીકાનેર તે પહોંચાય તેમ નથી. હવે પાલી કે ખંડાલાની વાત રહી. જ્યાં જ્ઞાનપ્રચારનું કાર્ય થાય ત્યાં હું આવવા તૈયાર છું.”
સાહેબ! પં. સેહનવિજયજી અને પં. શ્રી. લલિતવિજયજીના પ્રયાસથી બાલીમાં રૂ. ૭૦-૮૦ હજાર લખાઈ ગયા છે. બાલીવાળા દેડી હિંમત કરે તો એક લાખ થઈ જશે. તેવી જ રીતે ખુડાલામાં પણ ૪૦-૫૦ હજાર થઈ જશે.”
“પણ સાદડીને શ્રીસંઘ માને તેને? સાદડી, બાલી અને ખંડાલા ત્રણે મળીને કામ કરવા ધારે તે એક શું બે વિદ્યાલય શરૂ થઈ શકે ?” મહારાજશ્રીએ સૂચના કરી.
સાહેબ ! સાદડીને શ્રીસંઘ ઘણું કરીને તે માની જશે, નહિ તો બાલી અને ખંડાલા મળીને કામ શરૂ કરી દઈશું. પછી ધીમે ધીમે કામ આગળ વધશે.” બધી પરિસ્થિતિને વિચાર કરી ખુડાલામાં વિશેષ લાભની સંભાવના હોવાથી આપણા ચરિત્રનાયકે પાલીન શ્રીસંઘને લાભાલાભની દષ્ટિએ ખુડાલા માટે રજા આપવા સમજાવવામાં આવ્યા. શ્રીસંઘે પણ આ રીતે લાભની સંભાવના હોવાથી વિશેષ આગ્રહ ન કરતાં; આનંદપૂર્વક રજા આપી અને પાલીથી વિહાર કરી મહારાજશ્રી ખડાલા પધાર્યા.
ચાતુર્માસ માટે બેચાર જગ્યાએ વિનંતી આવેલી હો