________________
૪૪૨
યુગવીર આચાર્ય પાછા પાલી પધારે તેમ કરશે. ” પાલીના ગૃહસ્થાએ સમજ પાડી.
77
“ પણ મારે તે બીકાનેર જવુ' છે. શેઠ સુમેરમલજી સુરાણા તા બે વખત આવી ગયા. હવે શું થાય ? ” કૃપાનિધાન ! હમણાં તે રસ્તા બંધ થઇ ગયા હશે. હવે તેા પાલી જવુ પડશે. ત્યાંથી રસ્તા સાફ થયે આ દસ દિવસ પછી નીકળવું હશે તેા નીકળાશે. ”
ઃઃ
“ અચ્છા, જેવા ભાવીભાવ, અવસર તે વિચારી લેવા જોઈએ. ”
આપણા ચરિત્રનાયકે બીકાનેરની વિનતિ ધ્યાનમાં લઇને સંઘની સાથેજ દેસૂરી-નાડુલાઈ, નાડાલ, વરકાણાજીની યાત્રા કરી શીવગજ પધાર્યા. ત્યાંથી પામાવા વાંકલી થઈ ને તખતગઢ પહેાંચ્યા, તખતગઢથી પાલી પધાર્યા. પાલીના શ્રીસંઘે ચાતુર્માસ માટે બહુબહુ વિનતિ કરી પણ બીકાનેરની વિનતિ હેાવાથી પાલીથી વિહાર કરી જાડન પધાર્યા. જાડનમાં રાત્રે ભારે વરસાદ થયા અને પાલીના શ્રીસઘને ચિંતા થઈ કે મહારાજશ્રી તે। સવારમાં વિહાર કરશે. તેમને નિશ્ચય બીકાનેર જવાના છે તેથી તે રોકાશે નહિ અને જાડનથી સેાજતને રસ્તા પાણીથી બંધ થઈ ગયા હશે. મહારાજશ્રી હેરાન થઇ જશે. આ વિચારથી રાતેારાત ખેપીએ મેાકલ્યા અને મહારાજશ્રી સાથે આવેલા પાલીના ભાઈઓને જણાવ્યું કે મહારાજશ્રીને આગ્રહપૂવક પ્રાર્થના કરી આગળ વધવા ન દેશેા, પાલી તરફ જ વિહાર કરાવશે. તે રીતે પાલી તરફ વિહાર થયેા.