________________
'1''
[ ૪૫ ] ગાડવાડમાં પ્રચારકાર્ય
મ ણ વંદામિ ” પાલીના વિહારમાં સાથે આવેલા શ્રાવકેએ સવારના પહોરમાં વંદણું કરી.
ધર્મલાભ, કેમ શાજી આજે બહુ જ વહેલા ઊઠી ગયા.”
સાહેબ ! કાલે રાત્રે ભારે વર્ષા થઈ છે. બધે પાણી જ પાણી. અમે તે ધર્મશાળામાં સૂતા હતા, ત્યાં રાત્રે બે વાગે પાલીથી ખેપીયે આવ્યો.”
રાત્રે બે વાગે, પાલીથી પીઓ આવ્યો? કેમ ભલા ! એવું શું કામ આવી પડયું? કઈ માંદું સાજું તે નથી ને?” મહારાજશ્રીએ આશ્ચર્ય બતાવ્યું.
નહિ! આતે પાલીના શ્રીસંઘે આપને માટે રાત્રે ને રાત્રે ખેપીઓ મોકલ્યો છે. તેઓએ કહેવરાવ્યું છે કે વર્ષાને લીધે જાડનથી સજત તરફના રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા હશે. મહારાજશ્રી કૃપા કરી તે તરફ ન પધારે. અમારીવતી પ્રાર્થના કરી ગુરુવર્ય પરિવાર સહિત અહીં