________________
૪૩૨
યુગવીર આચાય
રાજે પણ સંઘવીના કતવ્ય ઉપર મને હર વ્યાખ્યાન આપ્યું, પન્યાસજીએ મરુભૂમિના ઉદ્ધારની આવશ્યકતા સમજાવી અને ગેાડવાડમાં જ્ઞાનપ્રચારને માટે ગુરુદેવ કેવા કેવા પરિશ્રમેા સહન કરી રહ્યા છે તેનુ હૃદયંગમ વર્ણન કરી બતાવ્યું.
આ વ્યાખ્યાનની સારી અસર થઈ. સઘવીજીએ · શ્રી આત્માનંદ જૈનવિદ્યાલય, ગાડવાડ ને દસ હજારની રકમ દેવાનું વચન આપ્યું તેમજ સંઘપતિ શ્રી ગામરાજજીએ ચાવજીવન ચતુર્થાંત્રત—બ્રહ્મચર્ય પાળવાની પ્રતિજ્ઞા લીધી.
ફાગણ સુદિ સાતમને દિવસે મંગળમુહૂતે ખૂબ ધામધૂમપૂર્વક જય જય નાદ કરતા સંઘ ચાલી નીકળ્યે. સંઘમાં બધી જાતની ખૂબ સારી વ્યવસ્થા હતી. તપશ્ચર્યા વાળાઓ માટે બધી જાતની સગવડ રાખવામાં આવી હતી. ભાજનની વ્યવસ્થા ઉત્તમ પ્રકારની હતી. હમેશાં વ્યાખ્યાન ચાલતું હતું. ગુરુમહારાજ તથા પ. શ્રી લલિતવિજયજી મનુષ્યજીવનની સાર્થકતા, તપશ્ચર્યાનું ફળ, તીથયાત્રાને મહિમા, જૈનધર્મના સિદ્ધાંતા, સમાજકલ્યાણના કાર્યાં વગેરે ઉપર મનનીય વ્યાખ્યાન આપતા હતા. જંગલમાં મગળ થઇ રહ્યું હતું.
સંઘ પેરવા, ખાલી, લુણાવા, લાઠાર થઈ રાણકપુર પહેાંચે.
રાણકપુરનું મંદિર બહુ જ ભવ્ય છે. આ મંદિરમાં ૧૪૪૪ સ્તંભ છે. કહેવાય છે કે બધા સ્તંભે એક શ્રાવકે અનાવરાવ્યા છે, એક સ્તંભ રાજાએ અનાવરાવવાની ઇચ્છા