________________
૪૩૬
યુગવીર આચાર્ય ઉતર્યા હતા. ત્યાં પં. શ્રી લલિતવિજયજી હતા, તેમણે નમ્રતાપૂર્વક આચાર્યશ્રીને અંદર પધારવા આગ્રહ કર્યો. તેમણે દર્શન કરીને આવવા જણાવ્યું. દર્શન કરીને તેઓ ધર્મશાળામાં આવ્યા. શિષ્યસમુદાયે સામે જઈને આચાર્યશ્રીનું સ્વાગત કર્યું. આપણા ચરિત્રનાયકે પણ ઊભા થઈને આપને સત્કાર કર્યો. ખૂબ આનંદપૂર્વક બે કલાક લગભગ વાતચીત થઈ. બપોરના શહેરમાં આવવા માટે આપણા ચરિત્રનાયકને આમંત્રણ આપી ગયા. તેમણે પણ મહારાજશ્રીનું સારું સ્વાગત કર્યું. બન્ને મહાત્માઓએ દિલ ખેલીને વાત કરી.
સંવત ૧૯૭૬ના ચૈત્ર સુદી દશમે સંઘ સહિત શ્રી કેશરીયાબાબાની યાત્રા કરી આનંદ મનાવ્યું. આ સંઘમાં ૨૭ સાધુએ ૬૯ સાધ્વીઓ તથા દેઢહજાર લગભગ શ્રાવક -શ્રાવિકાઓને સમુદાય હતે. અહીં આપે આદીશ્વરજીની પૂજા બનાવી અને અમદાવાદનિવાસી જવેરી ભેગીલાલ તારાચંદના આગ્રહથી તથા તેમના ખર્ચથી ભણાવવામાં આવી. સંઘવીએ તે પૂજા છપાવીને પ્રથમવાર પ્રકાશિત કરી. કેશરિયાનાથની યાત્રા પૂજા–પ્રભાવના-સાધર્મિવાત્સત્યાદિ ધર્મકાર્ય આનંદપૂર્વક થયાં. સંઘ પાછો ઉદયપુર આ .
કહેવાય છે કે આજકાલ યતિઓની માનમર્યાદા ઘટી ગઈ છે. તેઓ સંયમ બરાબર નથી પાળતા. આચારમાં તેઓ બહુ જ શિથિલ છે, મંત્ર, તંત્ર-દવા આદિથી નિર્વાહ કરે છે. પણ કેટલાક યતિઓ હજી પણ સારા છે અને