________________
તીર્થયાત્રા અને મધુરું મિલન
૪૩૫ ખર્ચ રૂપીઆ એક કરોડ થયો કહેવાય છે. રાજનગરની પહાડી પર એક ચામુખજીનું જિનાલય છે. એ મંદિર રાણું રાયસિંહજીના જૈન મંત્રી દયાલશાહે બંધાવ્યું છે. તે બાંધવામાં એક કરેડ લગભગ રૂપીઆ ખર્ચ થયા હતા.
રાજનગરથી સંઘ નાથદ્વારા થઈ દેલવાડા પહોંચ્યો. દેલવાડાથી એકલિંગજી આવ્યા. એકલિંગજીમાં શ્રી શાન્તિનાથ ભગવાનની બહુ જ મોટી પ્રતિમા છે તે અદબદ બાબા ( અદ્દભુત બાબા) ના નામથી પ્રસિદ્ધ છે. એકલિંગજીથી વિહાર કરી આપ સંઘની સાથે ઉદયપુર પધાર્યા. અહીં ત્રણ દિવસની સ્થિરતા કરી. શહેરના બધા નાનામોટા મંદિરોની યાત્રા કરી.
અહીં બે મહાન આત્માઓનું મધુરું મિલન થયું. શહેર-યાત્રા કરતાં કરતાં સંઘની સાથે મહારાજશ્રી માલદાસની શેરીના શ્રી જિનમંદિરના દર્શનાર્થ પધાર્યા. તે વખતે ત્યાંના ઉપાશ્રયમાં બાલબ્રહ્મચારી તીર્થોદ્ધારક આચાર્યશ્રી ૧૦૦૮ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી બિરાજમાન હતા. મહારાજશ્રી સંઘસહિત હર્ષપૂર્વક ત્યાં ગયા. સૂરિજીએ પણ હર્ષ પ્રદર્શિત કર્યો. બન્ને મહાન આત્માઓના પરસ્પર યોગ્ય શિષ્ટાચાર જોઈ ને શ્રીસંઘને બહુ જ આનંદ થયો. આ મધુરાં મિલનથી શ્રાવક સમુદાય ઉપર બહુ જ પ્રભાવ પ. પરસ્પર વાર્તાલાપથી આનંદ થયે.
બીજે દિવસે આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજી હાથી પળની બહાર દાદાવાડીમાં દર્શન કરવા જઈ રહ્યા હતા. હાથી પળની બહારની ધર્મશાળામાં આપણું ચરિત્રનાયક