________________
મભૂમિને ઉદ્ધાર
કર૩ સભ્ય મળીને વર્ષભરને હિસાબ કરી સરવૈયું તપાસી પિતાના હસ્તાક્ષર કરશે.
રૂ. પ૦) સુધીને ખર્ચ સભ્ય કરી શકે. વિશેષ માટે બારેની સંમતિની જરૂર રહેશે.
૬ શા. ભૂતાજી તિલકજીને ત્યાં પડી રહેલી રકમ માટે તેમણે વ્યાજ સહિત રકમની કંઠી બનાવરાવીને ચઢાવી છે. તથા વધેલી રકમ ભંડારમાં આપી દીધી છે. પણ તે માટે તપાસ કરતાં સ્પષ્ટતા થતી નથી. તે ભૂતાજી તે બાબતની ખાત્રી કરાવી આપે તેમજ પાંચ આનાને બદલે છ આના વ્યાજ ગણી આપે અને શ્રી મંદિરજીમાં એક પૂજા ભણાવે.
૭ કિરણીયા ચામર બાબત મૂળ ગુન્હેગાર હાજર ન હોવાથી તેની પત્ની પાંચ રૂપીઆ રોકડા આપે અને એક પૂજા ભણાવે.
૮ સુશ્રાવક રામચંદ્રજીને શાંતિને માટે એક પૂજા ભણાવવા સૂચના કરું છું. કારણ કે તેમણે મુખી તરીકે ઘણે વખત કામ કર્યું છે, તેમાં કઈ કઈ વખત મનદુઃખ થયું હોય તો તેની શાંતિ આવશ્યક છે.
હસ્તાક્ષર મુનિ વલ્લભવિજય
સં. ૧૯૭૫ જેઠ સુદી ૯ શનિવાર, તા. ક–વ્યવસ્થાપકાની ચુંટણ ત્રણ વર્ષ માટે છે. શા. ઈદુજી ગુલાબજીવાળા તડની રકમ બાકી છે તે તુરત ભરીને રસીદ મેળવી છે.