________________
૪૨૮
યુગવીર આચાર્ય
“પણ સાહેબ આપનું કાર્ય તે ચાલુ જ છેને, સંઘમાંથી આવ્યા પછી તે થઈ રહેશે. બીજું કાંઈ નથી પણ મારે મુંબઈ અને રંગુનમાં પેઢીઓ છે અને કપૂરને મોટે વેપાર છે. આ વર્ષે સારો લાભ છે એટલે સંઘને માટે અવસર છે. પછી તે મુંબઈ જવાનું થશે તે આ તીર્થયાત્રા રહી જશે.” શેઠ ગોમરાજજીએ પિતાની પરિસ્થિતિ જણાવી.
ભાગ્યશાળી ! હું જાણું છું કે તમે ગેડવાડના પ્રસિદ્ધ વેપારી છે. પણ ગેડવાડના વિદ્યાપ્રચારનું કાર્ય મારા હાથમાં છે, એટલે ગેડવાડમાં વ્યવસ્થિત રૂપમાં વિદ્યાપ્રચારના કાર્યને પ્રારંભ ન થાય ત્યાંસુધી આ પ્રાન્તને છોડીને જવાય શી રીતે ? ભવિષ્યમાં તે જ્ઞાની મહારાજે જે જોયું હશે તેજ થશે.” મહારાજશ્રીએ પિતાની મક્કમતા જણાવી.
ગુરુદેવઆપ કૃપા કરી મારી પ્રાર્થના સ્વીકારે. હું વિદ્યાપ્રચારના કાર્યમાં પણ મદદ કરીશ. દસ હજાર રૂપીઆ આ ફંડમાં આપીશ અને બીજાની પાસેથી પણ સારી રકમ અપાવીશ.”ગેમરાજજીએ અત્યંત આગ્રહ કર્યો.
“એને અર્થ તે એ થયો કે તમે દસ હજાર રૂપીઆ મને સંઘમાં લઈ જવાની ફી આપે છે, ખરુંને, એવી ફી લઈને હું આવવા તૈયાર નથી. મારી જવાબદારીનું મને ભાન છે. ”
“કૃપાનિધાન! એવું કાંઈ મારા મનમાં તે છે જ નહિ. ભૂલ થઈ હોય તે ક્ષમા કરે, પણ હું આપને સ્પષ્ટ