________________
તીથયાત્રા અને મધુરુ મિલન
૪૨૯
નિવેદન કરું છું કે જો આપ નહિ પધારે તે હું સઘ કાઢવાનો નથી અને જ્યાંસુધી સઘ નહિ નીકળે ત્યાંસુધી મારે દૂધના ત્યાગ છે. ’” શેઠે ઉદાસ ચહેરે નમ્રતાથી પોતાના નિશ્ચય જણાવી દીધા.
શેઠજી ! તમે તે બાળકની જેમ રીસાઇ બેઠા. આવી પ્રતિજ્ઞા તે લેવાતી હશે. તમે વેપારમાં માહાશ છે તે તે જાણ્યું હતું પણ તમે ગુરુને મનાવી લેવામાં પણ ચતુર છે તે આજે જાણ્યું. ભક્તાધીન ભગવાન જેવા હિસાબ થયેા. હવે ના પણ શી રીતે પાડી શકાય. અહીં જરા કામને થાળે પાડીને સ`ઘમાં આવીશ. ” મહારાજશ્રીએ છેવટે હા પાડી. ગામરાજજી મહારાજશ્રીની સમતિથી આનંદ પામ્યા અને વહેલા વહેલા પધારવાની પ્રાથના કરી શિવગંજ ચાલ્યા ગયા.
• સારાં કાર્યોમાં સેા વિઘ્ન” એ પ્રસિદ્ધ કહેવત છે. સંસારમાં ઉચ્ચ કાર્ય કરનારના મામાં અનેક મુશ્કેલીએ આવે છે, કારણ કે તેજોદ્વેષી લેાકેા કુચક્ર રચે છે. પેાતે તે ઉચ્ચ કાર્ય નથી કરી શકતા પણ બીજાનાં કાર્યાં દેખી પણ નથી શકતા. તેમનાં હૃદયા મળી જાય છે. તે સમજે છે કે આ કાય થયુ. તે તેમની મહત્તા થશે, યશેાકીર્તિ ગવાશે અને આપણા કોઈ ભાવ નહિ પૂછે અને તેથી જ ઈર્ષ્યાભાવથી આવાં વિદ્યાપ્રચારના કાર્યમાં પણ અનેક રીતે વિઘ્ન નાખવાના પ્રયત્નો થયા. એટલુંજ નહિ પણ ગોડવાડમાં જે ઉત્સાહ જાગ્યા હતા તેમાં ખળભળાટ થઈ ગયા. આગેવાનામાં ભાગલા પડી ગયા. વિદ્યા