________________
૪ર૬
યુગવીર આચાર્ય શ્રી સોહનવિજયજીની પાસે મુનિશ્રી લલિતવિજયજી, મુનિશ્રી ઉમંગવિજયજી અને મુનિશ્રી વિદ્યાવિજયજીએ ભગવતી સૂત્રનું ગદ્વહન કર્યું. તેઓને પંન્યાસપદવી આપવાની હતી તેથી સં. ૧૯૭૫ નું તેત્રીસમું ચેમાસુ સાદડીમાં સંપૂર્ણ કરી આપ બાલીમાં પધાર્યા. બાલીમાં અપૂર્વ સ્વાગત થયું.
અહીં કારતક વદી ૨ ના દિવસે બાલીનિવાસી શ્રી કપુરચંદજી તથા શ્રી ગુલાબચંદજી ઓસવાલને દીક્ષા આપી. બન્નેના નામ મુનિ દેવેન્દ્રવિજયજી અને મુનિ ઉપેન્દ્રવિજયજી રાખવામાં આવ્યાં. પહેલા શ્રી ઉમંગવિજયજીના અને બીજા શ્રી વિદ્યાવિજયજીના શિષ્ય થયા.
કારતક વદ ૫ ના દિવસે આપની અધ્યક્ષતામાં મુનિશ્રી લલિતવિજયજી, મુનિશ્રી ઉમંગવિજયજી, મુનિશ્રી વિદ્યાવિજયજી ત્રણે મુનિરાજેને ગણિ અને પંન્યાસપદ પંન્યાસજી શ્રી સોહનવિજયજી ગણિએ સમારેહપૂર્વક આપ્યાં. આ રીતે આપના પરિવારમાં ચારે પંજાબી મુનિરાજે પંન્યાસ બન્યા.
બોલીમાં ત્રણ ધડાઓ હોવાથી સાધાર્મિક વાત્સલ્ય બંધ થઈ ગયાં હતાં. પણ આ અવસરે આપણા ચરિત્ર નાયકના સદુપદેશથી ત્રણ સાધાર્મિક વાત્સલ્ય થયાં.