________________
મભૂમિને ઉદ્ધાર
૪૧૯ કર્યો અને સંઘમાં કેટલાક સમયથી ચાલતા કલેશને લીધે આ બધું થયાનું જાણી લીધું.
ભવ્યજનો ! આજ પરમ ઉપકારી ગુરુ મહારાજશ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજયાનંદસૂરિજી મહારાજની જયન્તીને પવિત્ર દિવસ છે. તમારા સાદડીના આગેવાને પણ આજે તમારે ત્યાં મહેમાન છે. અમારો વિચાર તે બીકાનેર ચાતુર્માસ કરી પંજાબ પહોંચી જવાને હતે પણ સાદડીના ભાઈઓને આગ્રહ અને ઉત્સાહ જોઈ હું રહી ગયે. ગેડવાડની સ્થિતિ તમે જાણો છો. જ્યારે બીજા પ્રાંત કેળવણમાં ખૂબખૂબ આગળ પ્રગતિ કરી રહ્યા છે ત્યારે અહીં તે અમાવાસ્યાને અંધકાર દેખાય છે. તમારાં હજારો બાળક જ્ઞાનના પ્રકાશ વિના અંધકારમાં સબડે છે. જ્ઞાન વિના કેઈપણ પ્રજા, જાતિ કે દેશની ઉન્નતિ નથી જ નથી. અને વીતરાગ પરમાત્માને આ શાસનમાં કુસંપ શા ? તમને તે શોભે ખરું ? તમારા પૂર્વજોને યાદ કરે. કેટકેટલાં ધર્મકાર્યો લાખના ખર્ચ કર્યા છે. તેઓએ પ્રાણને ભેગે ધર્મની, દેશની. મંદિરની અને ભંડારોની રક્ષા કરી છે માટે તમે વિચાર કરો. કુસંપથી તે સંઘ છિન્નભિન્ન થઈ જાય અને પછી ધીમેધીમે આખા ગામની પડતી આવે. હું તે નિમિત્ત માત્ર છું, પણ અમારે સાધુને ધર્મ હું કેમ ચૂકું. આ કલેશની વાત સાંભળીને તે હું સમસમી રહ્યો છું. આજના પવિત્ર દિવસની યાદમાં બધા મળીને આનંદ-મંગળ ગાઓ.”
ઉપદેશની ભારે અસર થઈ. આગેવાને પીગળી ગયા.