________________
૪૧૭
મભૂમિને ઉદ્ધાર જુની રાહ જોઈ રહ્યા છે. જ્યારે આપ પધારો અને આપના દર્શન કરી પાવન થઈએ. આપ તે અહીં જ રોકાઈ ગયા. હવે શું થાય ! આપે તે અમને આશામાં જ રાખ્યા.” શેઠ સુમેરમલજીએ દુઃખ વ્યક્ત કર્યું.
“સુરાણાજી! તમારી પ્રાર્થના તે મારા હૃદયમાં છે. હું તે ત્યાં જ આવતા હતા. જુઓને શ્રી લલિતવિજયજીને તે રવાના પણ કર્યા.”
તે પછી પાછળથી શું થયું?”
સાદડીના શ્રીસંઘને આગ્રહ તે હતે જ પણ મારી ઇચ્છા તે બીકાનેરની હતી. ત્યાં જ્ઞાનપ્રચાર માટે પ્રયત્ન પણ થતા સાંભળ્યું હતું.”
સાહેબ ! તે માટે તે અમે બધા તૈયાર છીએ. આપ હુકમ કરે તે અહીં જ અમે તે કામ માટે વચન આપીએ. પણ આપ ત્યાં પધારે તે આપની સુધાભરી દેશનાથી હજારોને બદલે લાખો થવા સંભાવના છે.” સુરાણાજીએ ખુલાસો કર્યો.
તમારો પ્રેમ અને ભકિતભાવ હું જાણું છું. તમે ધારો તે કરી શકશે. પણ હવે તમે જોઈ શકે છે કે મભૂમિમાં પણ જ્ઞાન–પ્રચારની એટલી જ બલકે વિશેષ આવશ્યકતા છે. બીકાનેરમાં તે હજી જ્ઞાન–પ્રચાર ઠીક ઠીક છે અને વિશેષ થશે. શ્રીસંઘે એક જ દિવસમાં સાદડીમાંથી સાઠ હજાર એકઠા કર્યા છે, પ્રયત્ન ચાલુ છે; તો તમે જરા ધીરજ રાખે. હું અહીંથી વિનાવિલંબે ત્યાં જ આવીશ.” મહારાજશ્રીએ સ્પષ્ટતા કરી.
૧૭.