________________
૪૧૮
યુગવીર આચાય ગુરુદેવ! હવે તે શું થઈ શકે ? પણ ખરેખર આથી મારી અનેક શુભ આકાંક્ષાઓના કિલ્લા તૂટી પડયા. આપના આગમનથી અમારામાં નવી જાગૃતિ આવત. હું કલકત્તાથી ફૂરસદ મેળવીને આપને માટે જ આવી ગયે હતું, પણ આપે જે કાર્ય ઉપાડયું છે તે પણ સમાજઉદ્ધારનું કાર્ય છે, તેમ તો કહેવું જ પડશે.” હાથ જોડીને સુરાણાજીએ પોતાના ભાવે રજૂ કર્યા.
શેઠજી! તમે તે સમજદાર છો. જ્યાં ધર્મને વિશેષ ઉદ્યત થાય ત્યાં સ્થિરતા કરવી એ મારું કર્તવ્ય છે. મારા જીવનથી ધર્મ અને જ્ઞાનપ્રચારની જેટલી સેવા થાય તેટલું હું મારા જીવનને સફળ માનું છું. ક્ષેત્રસ્પશના હશે તે આવતું ચેમાસું બીકાનેરમાં જ થશે.”
સાદડીથી વિદ્યાવિયજી, સમુદ્રવિજયજી આદિ સાધુઓ અને કેટલાક આગેવાનોને લઈને આપે વૈશાખ સુદી ૨ સં. ૧૯૭૫ ના દિવસે વિહાર શરૂ કર્યો. ગ્રીષ્મ ઋતુ, મારવાડના તપેલા ધૂળ માટીથી ભરેલા રસ્તા, લાંબા લાંબા કે, દૂર સુધી ગામ ન મળે, વનસ્પતિની ઠંડક તે દૂર રહી પણ છાંયે નામે મળે નહિ. પણ ગડવાડના ઉદ્ધારને માટે ઘાણેરાવ આદિ ગામમાં વિચરતા, લોકેને ધર્મામૃત પીવરાવતા ગોડવાડ મહાવિદ્યાલયને માટે ફંડ કરવા ઉપદેશ આપતા આપતા જેઠ સુદી એકમના દિને પીવાણદી પધાર્યા.
ફંડ માટે પ્રયત્ન કર્યો. આગેવાનોને બોલાવી ઉપદેશ આગે પણ માત્ર બેજ ગૃહસ્થ એ નામ લખાવ્યાં અને ફંડ અટકયું. મહારાજશ્રીએ તેનાં કારણ જાણવા પ્રયત્ન