________________
४२०
યુગવીર આચાર્ય
હાથજોડી ગુરુમહારાજને કલેશનું સમાધાન કરવા પ્રાર્થના કરી અને આપ જે ફેંસલે આપે તે બધાને મંજુર છે તેમ પ્રતિજ્ઞાપત્ર ત્યાંજ લખી આપ્યું.
મહારાજશ્રીએ ગોચરી–પાણીની પરવા કર્યા વિના બધી માહિતી મેળવી લીધી. જરૂરી પૂરાવા એકઠા કરી શાંતિપૂર્વક વિચાર કરી ફેંસલે આપે. તે બહુ જ વિસ્તારથી લખેલ છે. તેને સાર માત્ર અત્રે આપવામાં આવે છે.
ફેંસલે
શ્રી વીરપરમાત્મને નમઃ સકળ શ્રીસંઘ મહાજન પીવાણદી નિવાસી યોગ્ય. વલ્લભવિજયની તરફથી ધર્મલાભપૂર્વક સૂચન કરવાની કે ક્ષેત્ર ફરસના વશ વિહાર કરતાં કરતાં જેઠ સુદી એકમે તમારા શહેરમાં આવવું થયું. પરિચયથી જાણ્યું કે તમારા શહેરમાં ઘણા સમયથી કુસંપ ચાલે છે. તેના કારણે શહેરમાં નાનામેટાં તડ પડી ગયાં છે. ઉપદેશદ્વારા કુસંપને શમાવી દેવા પ્રયત્ન થયો, અને તમારા હૃદયમાં સંપની ભાવના જાગૃત થઈ. તમે એક પ્રાર્થનાપત્ર લખી બધાના હસ્તાક્ષર કરી મને આપ્યું ને હું જે આજ્ઞા કરું તે મંજુર રાખવા તમે કબૂલ થયા. આ ઉપરથી મેટા તડના શા અનેપચંદજી ગુલાબજી, શા. ગુલાબચંદ મેતીજી, શા. મના વાળ, શા. અનેપચંદ પુનમજી, અને નાના ચાર તડેના શા, ખુમાજી ભાણાજી, શા. ફેજાજી ઉમાજી, શા. ભૂતાજી તલેકજી અને શા. ઈંદુજી ગુલાબજી કુલ આઠ ગૃહસ્થો નક્કી કરવામાં આવ્યા.