________________
૪૦૩
કર્મની પ્રબળતા
“તમારે જે જોઈએ તે તમે લઈ જાઓ. નકામા અમને હેરાન શા માટે કરે છે ? સાધુઓને લૂંટવાથી ભગવાન રાજી નહિ થાય.” આપણા ચરિત્રનાયકે પરિસ્થિતિ વિચારી લીધી. અને એક પછી એક બધું આપી દીધું.
એલા આ તે અમારા ભગવાન છે.” એક સાધુ મહારાજે સ્થાપનાચાર્ય નીચે મૂકતાં કહ્યું.
આવા તે ભગવાન હોય ! એ તે કઈ કીંમતી ચીજ છે.”
“ભલા માણસ બે કપડાના ટુકડા તો આ પિથીઓ બાંધવા આપ ”
બે ટુકડા સિવાય બધું છોડી દયે. આ પોથીઓ લઈ જાઓ.”
“એય વાણીયા ! લાવ તારાં કપડાં, કેટલા રૂપીઆ છે? આપી દે, નહિ તે વગર મફતને માર ખાઈશ.” લક્ષમીચંદ નામના શ્રાવકને પણ લૂંટી લીધો.
ડાં પુસ્તકે, લાકડાના પાત્ર, બે સ્થાપનાચાર્ય સિવાય બધું લઈને લૂંટારા ચાલ્યા ગયા. જતાં જતાં બે મુનિરાજો તથા લક્ષ્મીચંદ હંસાજીને પણ ઈજા કરતા ગયા.
ચલે, હવે બનવાનું હતું તે બની ગયું. જેવી કર્મની પ્રબળતા, પિલા સિપાઈની જરા ખબર લઈએ. બિચારાને છરી વાગી છે અને બેભાન થઈ ગયા જણાય છે.” લૂંટારાને ગયા પછી આપણા ચરિત્રનાયકે રાજપૂત