________________
૪૧ર
યુગવી૨ આચાર્ય
કાર્યનું મંગળ મુહૂત પણ થયું.
“દયાળુ ! આપ અમારી વિનતિને માન આપી એક દિવસ માટે પણ અહીં પધાર્યા છે એ અમારાં ધનભાગ્ય. પણ અમારી લાંબા સમયની પ્યાસ એક દિવસમાં કેમ છીપે? કૃપા કરી માસાની અમારી વિનંતિ માન્ય રાખે. મરૂભૂમિ પર મહાન ઉપકાર થશે.” સાદડીના આગેવાને અત્યંત આગ્રહ જોઈ એક દિવસ માટે આવેલ ગુરુમહારાજને શ્રાવકે એ વિનંતિ કરી.
મહાનુભાવો ! તમારી વિનંતિ હું માન્ય રાખત. પણ બીકાનેરને માટે વરસેથી શેઠ સુમેરમલજી સુરાણા આગ્રહ કરે છે. ત્યાં કાંઈક વિશેષ કાર્ય પણ થવાની આશા છે. પછી પંજાબ પણ જવું છે. પંજાબને શ્રીસંઘ બરાબર પાંચ વર્ષથી વિનંતિ કરી રહ્યો છે. દરેક ચાતુર્માસમાં પંજાબ શ્રીસંઘના જુદા જુદા ગામના આગેવાને આવતા રહે છે. હવે તે જલદી જવું જોઈએ.” આપણા ચરિત્રનાયકે સ્પષ્ટતા કરી.
ગુરુવર્ય! માફ કરશે. અમે તે જાડી બુદ્ધિના કહેવાઈએ, શું પંજાબ અને બીકાનેરના શ્રાવકે જ આપને વિશેષ પ્રિય છે? અમારી ગણના શ્રાવકમાં છે જ નહિ શું? અમને અમારા ધર્મને અને ગુરુઓને પ્રેમ નહિ હોય.” આગેવાનેએ મનના ભાવ વ્યક્ત કર્યા.
ભાગ્યશાળીઓ ! તમારે આ આગ્રહ જ બતાવે છે કે, તમારે શ્રીસંઘ દેવગુરુને અત્યંત ભક્ત છે. તેમ છતાં