________________
૪૧૩
તે પ્રસંગે લખેલ પત્ર જાણવા જેવે છે.
..............સાદડીના શ્રીસંઘે મારવાડના અજ્ઞાન— અંધકાર દૂર કરવાનું ખીડુ' ઉઠાવ્યુ છે. એક લાખની રકમ સાદડીમાં થઈ જશે. સાઠ હજાર તે લખાઈ ગયા છે. કદાચ લાખથી પણ વધારે રકમ થઈ જાય તે! આશ્ચય નહિ. સાથે સાથે અહીના પચેાના આગેવાનાએ વચન આપ્યું છે કે તેઓ ગોડવાડના ગામામાં આપણી સાથે ચાલશે અને ક્રૂડની વૃદ્ધિ માટે પ્રયત્ન કરશે. તેઓને તે પાંચ લાખ રૂપીઆની આશા છે. અને પ્રયત્ન પૂરેપૂરે કરવામાં આવે તે આંકડા દસ લાખે પણ પહોંચે. આ જાતના સંઘના ઉત્સાહ જોઈ ને મે' ચાતુર્માસ માટે સંમતિ આપી છે. હવે તમે આગળ ન જશેા, થાડેા સમય ત્યાંના શ્રીસદ્યને ધર્મોપદેશ સ'ભળાવી વિહાર કરાને તમે બધા અહી આવી જશે. અહીં સુખશાતા છે. ત્યાં બધા સુખશાતામાં હશે. ’
યુગવીર આચાય
ખીકાનેર શ્રીસંઘને પૂર્ણ આશા હતી કે મહારાજશ્રીનું ચાતુર્માસ અહી જ થશે પણ સાદડીના ચામાસાની વાત સાંભળી ત્યારે ભારે દુ:ખ થયું. શ્રીસ`ઘ કયારથી ગુરુમહારાજના આગમનની રાહ જોઈ રહ્યા હતા. ત્ય તે આ સમાચાર આવ્યા અને આશા નિરાશામાં પલટાઈ ગઈ. શેઠે સુમેરમલજી પેાતાના વૃદ્ધ પિતા અને બીજ દસબાર આગેવાના સાથે બીકાનેરમાં જ ચાતુર્માસ કરાધવાની સાગ્રહ વિનંતિ કરવા આવી પહોંચ્યા.
ગુરુદેવ ! બીકાનેરના આબાલ વૃદ્ધ આપ કૃપ.
26