________________
૪૧૪
યુગવીર આચાય
હેય તે અમે અંદર અંદર સલાહ કરીને આપને જણાવીએ. આપ કૃપાનિધાન પધાર્યા છે. જે ગેડવાડના ભાગ્ય હશે તે જરૂર કાંઈક અમલી કાર્ય થશે જ. ” આગેવાનોએ મહારાજશ્રીની સૂચના પર વિચાર કરવા છેડે સમય માગે.
જરૂર, તમે બધા મળીને વિચાર કરો. આગેવાને કઈ બાકી હોય તે બોલાવી લ્યો અને શું થઈ શકશે તે જણાવો. કેઈ સારું કાર્ય થતું હોય તે હું પણ રાજી થઈશ.”
આગેવાને નીચે આવ્યા. બેપાંચ બાકી રહેલા આગેવાનને પણ બેલાવી લીધા. ગુરુમહારાજનું આગમન, ગેડવાડના ઉદ્ધારની અને ખાસ કરીને જ્ઞાનપ્રચારની ગુરુમહારાજની ભાવના, વગેરે પર ખૂબ વિચારો થયા. બધાના મનમાં મહારાજશ્રીની યેજના ઉતરી અને ત્યાં ને ત્યાં ફંડની શરૂઆત થઈ ગઈ. વાત વાતમાં તો રૂપીઆ સાઠ હજાર ભરાઈ ગયા. બધા આગેવાનોને ઉત્સાહ આથી વચ્ચે અને મહારાજશ્રીની પાસે આવ્યા.
તરણતારણ! આપ તે અમારા સાચા ઉદ્ધારક છે, અમને સ્વપ્નમાં પણ ખ્યાલ નહોતો કે આપની વાણીમાં આ ચમત્કાર હશે અને અમારા બધાંનાં હૃદય ઉદાર થઈ જશે. પણ ગુરુદેવ ! ખરેખર આ તે આશ્ચર્ય થયું. થોડા જ સમયમાં અમે રૂ. ૬૦૦૦૦) નું ફંડ કયું છે અને એ તો શરૂઆત છે. આપની કૃપાથી લાખ રૂપીઆ તો અહીંથી જ થઈ જશે. આસપાસના ગામમાં પ્રયત્ન કરવામાં