________________
४०४
યુગવીર આચાર્ય સિપાઈની પહેલી ખબર લીધી.
માધુસિંગ ! કેમ છે ભાઈ ! જરા આંખે ખેલીશ. પાણી પીવું છે?” આપણું ચરિત્રનાયકે સિપાઈની પાસે બેસીને તેને જખમ સાફ કર્યો.
“મહારાજ! આપે મને બચાવી લીધું. નહિ તે અહીં મારું કોણ છે?”
તું કઈ વાતે મૂંઝાઈશ નહિ. અમે બધા તારા જ છીએ. ”
આપ જીવદયાપ્રતિપાલક છે. સાક્ષાત્ દયામૂર્તિ છે. મારા જેવા સિપાઈની આપ મહાત્મા આલી સેવ કરે છે! ધન્ય છે આપની સાધુતાને.”
ભાઈ ! સમય પર કામ ન આવે તે મનુષ્ય જ નહિ. ત્યારે અમે તે સાધુઓ છીએ.”
અરે ! પણ હું અભાગી આપને લૂટારાના ત્રાસમાંથી બચાવી ન શકે.”
માધુસિંગ! એમાં તારો શે દેષ ! કમની ગતિ વિચિત્ર છે. તે કેઈને પણ નથી છેડતું. રાજા કે મહારાજ, સાધુ કે સંત, અમીર કે ગરીબ બધા જીવો કર્માધીન છે.” આપણા ચરિત્રનાયકે કર્મની પ્રબળતા દર્શાવી.
અને ડીવારે બધું મંડળ આગળ વધ્યું.
“અરે ! આ તે કેવા લેકે. આવી ઠંડીમાં ઉઘાડે શરીરે ચાલ્યા આવે છે.” બીજાપુરની બજારમાં આવતા મુનિરાજોને જોઈ આશ્ચર્ય પામતે એક શ્રાવક બો.