________________
૩૯૬
યુગવીર આચાર્ય (આચાર્ય) મહારાજશ્રી સિદ્ધિવિજયજી મહારાજના દર્શન નને લાભ મળે તેમણે પણ સ્નેહપૂર્ણ હૃદયથી મારે સત્કાર કર્યો. આગ્રહપૂર્વક થડે વિશેષ રેકો. તેથી તારંગા માટે ઉતાવળ હોવાથી પાટણ મુલતવી રહ્યું. વળી પાલણ પુરના ગૃહસ્થને પણ અત્યંત આગ્રહ છે. ” મહારાજશ્રીએ ખુલાસો કર્યો.
પણ સાહેબ! પાટણ આવ્યા સિવાય તો નહિ ચાલે. આપ ગૂજરાતમાં પધારે ને પાટણને છેડીને આપ ચાલ્યા જાઓ તેમાં અમારી ગુરુભક્તિ લાજે, વળી આપ તે પંજાબ જેટલે દૂરદૂર વિચરશે પછી આપના દર્શનને
–અમૃતમય ઉપદેશને લાભ અમને કયારે મળશે ? અમારી વિનતિ માને અને અહીંથી જ પાટણ તરફ પધારે ” આગેવાનોએ ભાવપૂર્વક પ્રાર્થના કરી.
ભાગ્યવાન ! તમારી વિનતિને માન આપ્યા સિવાય નહિ ચાલે. તમે તે પટણી રહ્યા. જુઓને રાત્રિના બાર વાગવા આવ્યા પણ તમે તે બધા બેસી રહ્યા છે. તમારી ભક્તિ ને ભાવના હું જાણું છું. આખરે તે તમે શ્રદ્ધેય પ્રવર્તકજી મહારાજના ભણવેલાને ! ભલે, વીસનગરથી પાટણ થઈને જઈશ.” મહારાજશ્રીએ છેવટે પાટણ માટે સંમતિ આપી. બધાને ખૂબ ખૂબ આનંદ થયો.
અહીંથી વિહાર કરી વિસનગર પધાર્યા. વિસનગરના શ્રીસંઘની ભક્તિ અને ઉત્સાહ પણ અનેરે હતો. તેમને પણ આગ્રહ હતો કે મહારાજશ્રી વિશેષ રહે તો સારું પણ શું ઉપાય! પંજાબ જવાનું નહોત તો જરૂર ગૂજ