________________
૩૯૮
યુગવીર આચાર્ય રાખવી જોઈએ ?
પાટણથી વિહાર કરી ચારૂપ પધારતાં ત્યાં ૩૦૦ થી ૪૦૦ બહેન ભાઈઓ આપની સાથે આવ્યાં. ચારૂપને માટે એક ઉત્તમ સિંહાસનની જરૂર હતી. મહારાજશ્રીન ઉપદેશથી ત્યાંજ રૂપીઆ ૪૦૦) થઈ ગયા.
ચારૂપથી વિહાર કરી મેત્રાણુ પધાર્યા. મેત્રાણામાં પાલણપુર શ્રીસંઘના આગેવાને ફરી વિનંતિ માટે આવ્યા.
જગાણામાં આવતાં ઉપાધ્યાયજી મહારાજશ્રી વીરવિજયજીના કાલધર્મ પામ્યાના સમાચાર મળવાથી શેકસભા થઈ અને પાલણપુરના શ્રી સંઘ તરફથી પંચકલ્યાણકની પૂજા ભણાવવામાં આવી.
માગશર વદી ૧૦ ના દિવસે પાલણપુરમાં પ્રવેશ કર્યો. શ્રીસંઘે ઉત્સાહપૂર્વક આપનું સ્વાગત કર્યું.
પાલણપુરમાં ત્રણ પ્રસિદ્ધ આચાર્ય પ્રવરની મૂર્તિ એની પ્રતિષ્ઠા કરાવી. આચાર્યશ્રી સોમસુંદરસૂરિજી, જગદ્ ગુરુશ્રી હીરવિજયસૂરીજી તથા આચાર્ય શ્રી વિજ્યાનંદસૂરીશ્વરજી.
મહારાજશ્રીએ વ્યાખ્યાનમાં જૈન સમાજ,જૈન શિક્ષણ અને જૈન સંસ્થાઓ વિષે ઉપદેશ આપે. પાલણપુર જેવા શહેરમાં એક જૈન છાત્રાલયની આવશ્યકતા ઉપર ખૂબ વિવેચન કર્યું. આ ઉપરથી “શ્રી પાલણપુર જેન વિદ્યાલય” માટે સારુ ફંડ થયું. આજે તે એ સંસ્થા ઠીકઠીક પ્રગતિ સાધી રહી છે. એકાદ વર્ષમાં તે તે સંસ્થા પિતાને રજતમહોત્સવ ઉજવશે.