________________
ધમ પ્રચારકને પુકાર
રાતનેજ લાભ આપત,
વીસનગરથી વિહાર કરી પાટણ પધાર્યાં. પાટણે અપૂ સ્વાગત કર્યું, પૂજા—પ્રભાવના વગેરેથી સંઘે પેાતાની ભક્તિ પ્રદર્શિત કરી. વધારે તે રહેવાય તેમ હતું નહિ. વિહારની તૈયારી કરી ત્યાં પાટણના અધિકારીઓ તથા નગરજનોએ સાર્વજનિક વ્યાખ્યાન માટે પ્રાર્થના કરી અને એ દિવસ વિશેષ રેકાઈ જવું પડયું.
૩૯૭
< દાનધમ ” ઉપરનું સાર્વજનિક વ્યાખ્યાન એવું તે પ્રભાવશાળી અને પ્રેરણાત્મક હતું કે શ્રોતાઓના દિલ ડાલી ઊઠયાં અને ત્યાંજ દુષ્કાળ પીડિતાને માટે સાત હજાર રૂપીઆ લખાઈ ગયા.
પાટણના સૂબા સાહેબે તે સભામાં જણાવ્યું કેઃ— મહારાજશ્રીના ઉપદેશ પ્રેરણાત્મક છે. દુષ્કાળ—પીડિતે માટેનું ફંડ શરૂ કરાવી. તેઓશ્રીએ આપણને ઋણી કર્યાં છે. દાનવીરે આ ફંડને સારી મદદ આપશે તે જનતા પર મહાન ઉપકાર થશે અને આ મહાત્માના પવિત્ર ઉપદેશનું સાચું સાક થશે.
66
મુનિ મહારાજશ્રી લલિતવિજયજી મહારાજશ્રીએ ટંકાર કરી પાટણ નિવાસીએને જણાવ્યું હતું કે “ ચારૂપ પ્રકરણને લીધે પાટણમાં જે થાડુંઘણું મનદુઃખ દેખાય છે તેના ઉકેલ લાવવા પ્રયત્નશીલ થવું જોઈ એ. આ દુષ્કાળ કુંડમાં પાટણના સર્વ કામના મહેન ભાઇઓએ યથાશકિત ફાળો આપવા જોઈએ. પાટણનું નામ ગુજરાતના ઇતિહાસમાં જેવું સુપ્રસિદ્ધ છે, તેની કીતિ પણ તેવી જ ટકાવી