________________
ધર્મ પ્રચારકને પુકાર યકનું પ્રથમ કર્તવ્ય રહ્યું છે. આ રાજપૂતાના કોન્ફરન્સની પ્રાર્થના તેમના હૃદયમાં વસી ગઈ. આમ તે જ્યાં જ્યાં જતા, જે જે પ્રદેશમાં વિચરતા ત્યાં કોઈ ને કાંઈ શાસન હિતનું કાર્ય થતું જ થતું પણ જ્યારે આ દર્દભરી પ્રાર્થના સમાજની પુકાર તેમણે સાંભળી ત્યારથી “પંજાબની રક્ષા ની જવાબદારી હોવા છતાં તેઓ રાજપૂતાનામાં શિષ્યમંડળ સહિત વિકટ પરિસિહે સહન કરીને પણ વિચર્યા અને રાજપૂતાનાની જૈન સમાજનું કલ્યાણ સાધવા અનેકવિધ પેજનાએ કરી ઘણું શાસનેન્નતિનાં કાર્યો સાધ્યાં.
“ત્રિકાલ વંદણુ.” કેટલાક ગૃહસ્થોએ રાત્રે આવીને વંદણ કરી.
ધર્મલાભ ! તમે પાટણથી આવે છે કે? “મહારાજશ્રીએ ધર્મલાભ આપી પ્રશ્ન કર્યો.
સાહેબ ! મહેસાણાજ આવવું હતું, પણ કાર્યવશ તે વખતે ન આવી શકાયું. આપ પાટણને છેડીને નહિ જઈ શકે. અમારા શ્રીસંઘની ઇચ્છા છે કે આપશ્રી પાટણ પધારી પછી સુખેથી પંજાબ પધારો.” આગેવાનોએ પ્રાર્થના કરી.
“તમારી વાત તો સારી છે, પણ અમદાવાદથી શાંતમૂર્તિથી જુદાઈ લેતાં બહુજ વસમું લાગ્યું. તેઓને અપૂર્વ પ્રેમ અને અમારે બન્નેને પરસ્પરને આપ્તજન જેવો સંબંધ ભૂ ભૂલાતું નથી. વળી મહેસાણાથી પાટણ આવવા વિચાર પણ કર્યો હતો પણ મહેસાણામાં પં.