________________
૩૯૪
યુગવીર આચાર્ય
ગામે, નગરે નગરને સર્વજ્ઞના વચનામૃતથી ગુંજાવી અને લોકોમાં ધર્મપ્રતિ જાગૃતશ્રદ્ધા ઉત્પન્ન કરીને તેઓને સત્ય માર્ગ પર લાવવા યથાશક્તિ પ્રયત્ન કરશેતે શ્રીસંઘ અને સંસારનું કલ્યાણ થશે. એ પણ સવિનય પ્રાર્થના છે કે આ કલ્યાણકારી કાર્યને માટે કેઈપણ ગામના નિમંત્રણની પણ આપ વાટ ન જશે.
“પૂજ્યવર્ય! અગ્નિમાં સેનાની, સંકટમાં વિરધીરની અને પરિસહમાં ધર્મ દઢતાની પરીક્ષા થાય છે. ઈત્યલમ”
આપણા ચરિત્રનાયક તો સમાજ કલ્યાણને માટે, ધર્મ પ્રચારને માટે અને જૈનશાસનની ઉન્નતિ માટે પંજાબ જેવા દેશમાં, પંજાબના ગામડાઓમાં–ગૂજરાત અને મારવાડમાં વિહારના, ગોચરીપાણીના અને બીજા ટાઢતડકાના અનેક પરિસહ સહન કરી વિચરી રહ્યા હતા. તેમના જીવનનું ધ્યેય આત્મકલ્યાણ તો હતું જ પણ આત્મકલ્યાણની સાધના સાધતાં સાધતાં ભગવાન વીરના અહિંસા ધર્મને સંદેશ ગામેગામ, શહેરેશહેર અને પ્રાંતે પ્રાંતમાં સૂણાવી સમાજની સમુન્નતિ સાધવાનું મહા કલ્યાણકારી કાર્ય પણ તેમના લક્ષ્યમાં હતું અને તે માટે યથાશકય બધા પ્રયત્ન કરવામાં પિતાના સુખસગવડ કે ગોચરીપાણીને પણ તેમણે કદી વિચાર કર્યો હતે.
" જૈન સમાજ–પછી તે પંજાબનો હોય કે મારવાડ, ગૂજરાતને હોય કે સૌરાષ્ટ્રને. દક્ષિણને હોય કે મેવાડને, તે સમાજના આબાલવૃદ્ધની જાગૃતિ એ આપણા ચરિત્રના