________________
સ્ત્રી શિક્ષા અને આદર્શ શિક્ષકોની હિમાયત
૩૪૧
ગંગારામજી તથા બીજા ભાઈએ પંજાબ માટે વિનતિ કરવા આવ્યા.
“દયાનિધિ ! પાંચ પાંચ વર્ષથી પંજાબ છોડયું છે. હવે સત્વર પધારો. પંજાબના ગામેગામ શ્રીસંઘ–પંજાબના આબાલવૃદ્ધ આપની રાહ જોઈ રહ્યા છે. શું આપ આપના પ્યારા પંજાબને ભૂલી ગયા ! ગુરુવર્ય! ગૂજરાતમાં ઘણું મુનિ મહારાજે છે. હવે આપ સત્વર પગલાં કરો. અમે આપને પ્રાર્થના કરવા માટે જ પંજાબથી આવ્યા છીએ ” લા. ગંગારામજીએ પંજાબ શ્રીસંઘની વતી પ્રાર્થના કરી.
લાલાજી! હું પંજાબને–શ્રીસંઘને તમારા ભક્તિભાવને—મારી જવાબદારીને અને ગુરૂદેવના અધૂરા કાર્યને કેમ ભૂલી જાઉં? હું તે પંજાબને હરઘડી હર પળ યાદ કરું છું. કેઈ દિવસ એવો નથી જતે જે દિવસે ગુરૂદેવનું સ્મરણ ન કર્યું હોય–અને સાથે જ પંજાબ તે યાદ આવે જ.” મહારાજશ્રીએ પોતાના હદયની વાત જણાવી.
સાહેબ એ તે અમે પણ માનીએ છીએ કે આપ અમને કદી ભૂલી શકે નહિ. પણ ગુજરાતની ભૂમિ– જન્મભૂમિ અને તીર્થભૂમિ-વળી ભાવીક ભક્તોની ભાવભીની ભક્તિ” લાલા ગંગારામજીએ ગૂજરાતમાં રહેવાની દલીલ આપી.
લાલાજી! જન્મભૂમિ તે છે તેની ના તે કેમ પડાય? જન્મભૂમિનું પણ ત્રણ તે છેજને અને તે અણુ અદા કરવા–બનતાં શાસનસેવાનાં કાર્યો કરવા તે ગામેગામ ફરી રહ્યો છું. તેમ છતાં પંજાબનું સ્થાન તે મારા