________________
ક૭૦
યુગવીર આચાર્ય “આપને તે તેમના ઉપર મોહ છે.”
“અરે ભાઈ! મોહથી પણ અધિક, તેમનો અને મારા આત્માને એ તો ગાઢ સંબંધ છે કે જે નખ અને આંગળીઓને. તમારી દષ્ટિ તો એવી થઈ ગઈ છે કે તમે કોઈને ગુણ નથી જોઈ શકતા. ખેર, મારી ને વલ્લભવિજયજીની જુદાઈ આ જિંદગીમાં તે નહિ બને.
સાહેબ ! બેટું લાગ્યું હોય તે માફ કરશે. અમને તે કેઈએ કહેલું એટલે અમે તે માની લીધું. પણ આપની વાતથી અમને ખાત્રી થઈ છે કે તેઓ ખરેખર શાસનપ્રભાવક સમાન છે. આપને તેમના પ્રત્યેનો ભાવ અનુપમ છે તે જોઈ અમને પણ આનંદ થાય છે એ જાણે પશ્ચાતાપ થતો હોય તેમ એકરાર કરતાં તેજ વ્યકિતએ કહ્યું.
એ જ એક બીજો પ્રસંગ બન્યા હતા -
પંજાબમાં શ્રી આત્માનંદ જૈન મહાસભા જોરશોરથી ચાલતી હતી. પંજાબના ગામેગામના સંઘનું પ્રતિનિધિત્વ ધરાવતી તે મહાસભા સામાજિક, ધાર્મિક અને શિક્ષણ વિષયક અનેક ઉન્નતિના કાર્યો કરતી હતી. તે મહાસભાના પ્રેરણામૂતિ હતા આપણા ચરિત્રનાયક. તેના અધિવેશને વર્ષે વર્ષે થતાં હતાં અને પંજાબનું સંગઠન અદ્વિતીય ગણાતું. એકજ ગુરુના ઝંડા નીચે પંજાબ ઊભું હતું.
વિનસંતોષી લોકે આ કેમ જોઈ શકે ? તેઓને આ પ્રેરણા ખટકવા લાગી. સાધુઓએ મહાસભા જેવા સામાજિક કાર્યમાં હસ્તક્ષેપ કરે તે સાધુઓના આચારવિરુદ્ધ લાગ્યું અને આપણું ચરિત્રનાયક પર આક્ષેપ ન લાગ્યા.