________________
લક્ષ્મીની ચપળતાને ચિતાર
[૪૦] ભવ્ય શ્રાવકે! આ વખતે તમારા રાજનગરમાં ધનની ગંગા વહે છે. આજે તમારી પાસે લક્ષ્મી નાચતી કુદતી આવી રહી છે. તમારા બાળકો તે હીરામેતીને ઘુઘરે રમે છે. તમારા ભાગ્ય ચમકી રહ્યાં છે, પણ જરા બીજી તરફ પણ દ્રષ્ટિ કરવી ઘટે. જ્યારે તમારે ત્યાં આનંદ આનંદ વતી રહ્યા છે ત્યાં તમારા કેટલાક ભાઈઓ–સાધમભાઈઓ દુઃખી છે. તે લાંબો હાથ તે શું કરે પણ પિતાની પરિસ્થિતિ પણ જણાવી શકતા નથી. તમને તે તેમની દરિદ્રતાને ખ્યાલ પણ નહિ આવે પણ વાત સાચી છે. મેં પોતે ઘણા ભાઈઓને પૂછીને ખાત્રી કરી છે. લક્ષ્મી તે ચંચળ અને ચપળા છે તે તમે પણ જાણે છે. આજે કડપતિ હોય તે કાલે ભિખારી બની બેસે છે. આ વ્યાપાર જ એવી જાતના છે. આ તક છે ધનને સદુપયેગ કરવાની. તમે