________________
૩૮૮
યુગવીર આચાર્ય
માટે મુનિ મહારાજાઓનું આ રાજપૂતાના પ્રાન્તમાં વિચરવું અતિ આવશ્યક માને છે. મુનિ મહારાજાઓ તથા સાધ્વીજીનું આ પ્રાંત તરફ બહુજ ઓછું ધ્યાન જેઈને ખેદ પ્રગટ કરે છે અને તેઓને સવિનય પ્રાર્થના કરે છે કે શાસનોન્નતિને માટે મુનિગણ આ પ્રાન્તમાં કઠિન પરિસિહ હોવા છતાં વિચરે.”
મહાત્મન્ ! આ પત્ર રાજપૂતાનાના સંઘની તરફથી આપની સેવામાં મેકલવામાં આવે છે અને રાજપૂતાના નિવાસી સર્વ સંઘને વિચાર તથા ઈચ્છા પ્રગટ કરે છે.
આપશ્રીથી એ વાત છૂપી નહિ હોય કે સમસ્ત ભારતની જૈન જાતિને લગભગ 3 ભાગ આ પ્રાંતમાં જ વસે છે અને મુખ્યત્વે શ્વેતાંબર જૈન લેકોનું તે આ પ્રાન્ત ઘર છે. જેમાં સૌથી મોટી ઓસવાલ જાતિ જે આજે પ્રાયઃ બધા પ્રાન્તમાં વિસ્તરેલી દેખાય છે તેનું આ જન્મસ્થાન છે. એક સમય એવો હતો જ્યારે આ પ્રાન્તના ગામેગામમાં મુનિરાજો તથા સાધ્વીઓના વિહાર થતા હતા, પણ ખેદ સાથે જણાવવું પડે છે કે અર્વાચીન કાળમાં જૈન જાતિના આ મુખ્ય ભાગ તરફ અમારા પૂજ્ય ધર્મનેતા મુનિગણ ઉદાસીન થઈ ગયા છે.
જ્યારે ગૂજરાત પ્રાન્તના એક એક નગરમાં ઘણા ઘણું મુનિરાજ ચાતુર્માસ કરે છે, જ્યારે નાના નાના ગ્રામનિવાસી પણ મુનિગણના સદુપદેશથી ભરેલા અમૃતવચનનું સદૈવ પાન કરે છે ત્યારે આ જૈન શ્વેતાંબર જાતિનું ઘર કોણ જાણે કયા હીન કર્મોદયથી મુનિગણે દ્વારા કેવળી ભગવાન