________________
ધર્મ પ્રચારક ને પુકાર
૩૯
નના તારવાવાળા વચનેથી સદાને માટે વંચિત રહે છે. ગામનું તે પૂછવું જ શું પણ મોટાં મોટાં શહેરે પણ મહારાજેનાં ચાતુર્માસ વિના વરસેથી ખાલી પડ્યાં છે.
દયાનિધિ ! જેનશાસનને માટે તેનું પરિણામ અતિ અહિતકર થયું છે. સંઘમાંથી ભકિત, શ્રદ્ધા તથા ધામિક જ્ઞાન દિન પ્રતિદિન ઓછું થતું જાય છે. જૈન ધર્મના તથી તે લેકે અનભિજ્ઞ થઈ જ ગયા છે. કેટલાંએ જૈનમંદિરે અપૂજ, સંભાળ વિના પડયાં છે. સ્વધર્મી વાત્સલ્ય, લોકસેવા, ધર્મપ્રચાર, પરોપકાર આદિ સમ્યકત્વના ગુણોને દિનપ્રતિદિન હાસ થઈ રહ્યો છે. ધર્મકાર્યમાં દ્રવ્ય ખરચાવાને બદલે પાપકાર્યોમાં પૈસા ખરચાયે જાય છે. ધર્માનુસાર આચરણ પણ રહ્યું નથી. કયાં સુધી કહીએ, બધું દિનપ્રતિદિન ભ્રષ્ટ થતું જાય છે. અહિંસા વ્રત (દયા) તે તે આ પ્રાન્તના લોકો ત્યાંસુધી ભૂલી ગયા છે કે પિતાની નાની નાની બાળાઓનું બાળપણમાં જ લગ્ન કરીને તે બાળાઓ અને તેના બાળક પતિ પર અલ્પ આયુમાંજ કરાલ કાળનું આક્રમણ કરાવે છે. અથવા તે વૃદ્ધની સાથે નાની નાની કન્યાઓને બાંધીને બાળાઓનો ભવ બગાડે છે.
દયાળ મુનિગણ! જે આપ એક વખત વસ્તીપત્રકના તે રિપોર્ટ તરફ દ્રષ્ટિ કરો તે આપને માલૂમ પડશે કે આ પ્રાન્તમાં આ દયાધમી ઓસવાળ જાતિના કેવા હાલ થઈ રહ્યા છે? એક સભાગ્યવતી સ્ત્રીઓની સાથે પાંચ વિધવા સ્ત્રીઓ જોઈને તેને આંસુઓ ન આવે? આમાંથી