________________
૬૯૦
યુગવીર આચાર્ય ઘણી બહેનને તે પેટ ભરવાની પણ જોગવાઈ નહિ હોય તેમજ લગભગ બધી સ્ત્રીઓની ધામિક શિક્ષાને તો કશે પ્રબંધ છેજ નહિ.
કૃપાનિધિ ! આ એવી વાત નથી કે જે તરફ કરુણાસાગર મુનિગણેનું ધ્યાન ખેંચાય નહિ. વિધવાઓની અધિક સંખ્યા હોવાથી જૈનેની સંખ્યા ઓછી થાય છે એટલું જ નહિ પણ આજકાલને સમય જતાં જાતિના ચારિત્રપતનને પણ ભય રહે છે. જ્યાં ચારે તરફ વિલાસપ્રિયતા, એશઆરામ વગેરે પશ્ચિમી સભ્યતાના બેલબોલા છે, જ્યાં જાતિમાં પ્રત્યેક હર્ષના અવસર પર પતિત વેશ્યાનું માને છે, જ્યાં ધનના મદમાં, શિક્ષાના અભાવમાં તથા પંચાયતિઓની અશકિતને કારણે કુરિત્ર મનુષ્યોની સંખ્યા વધતી જાય છે, જ્યાં ધાર્મિકજ્ઞાન તથા ધર્મને ત પર જાગૃત શ્રદ્ધા છેજ નહિ, જ્યાં પુરુષ પોતાની આખરી મંજિલ-વૃદ્ધાવસ્થામાં પણ એક ભેળી કન્યા સાથે લગ્ન કરવામાં પાછી પાની કરતો નથી, એટલું જ નહિ પણ એક પછી એક એમ ત્રણ ચાર લગ્ન કરે છે–આવી દશામાં આ બાળવિધવાઓની મેટી સંખ્યાને માટે પિતાના સતીત્વ ધર્મનું પાલન કરવું દિનપ્રતિદિન કઠિન થતું જાય છે.
શાસનદીપક! આ જડવાદના પ્રતિરોધને માટે, ચારિત્રહીન પુરુષની સંખ્યા ઘટાડવા માટે, અલ્પાયું યુવકની પ્રાણુરક્ષાને માટે, વિધવાઓને બચાવવા માટે, હજારે બાળાઓના જીવન સુધારવાને માટે આપ અહિંસાધર્મને પ્રચાર કરી શકે છે. જે પશુપક્ષી પણ જૈન દયા તથા