________________
લક્ષ્મીની ચપળતાનો ચિતાર
૩૮૧
* વ્યાખ્યાન સમયે શાની ટીપ ચાલે છે?” વ્યાખ્યાનમાં કાગળ ફરતે જઈ મહારાજશ્રીએ પૂછયું.
સાહેબ !તપસ્વીજી મહારાજની તપશ્ચર્યાની નિર્વિન સમાપ્તિના ઉપલક્ષમાં અઠ્ઠાઇમહોત્સવ કરવાની સૌ ભાઈ એની ભાવના થઈ છે.” આગેવાનોએ ખુલાસો કર્યો.
એવા ઉત્સવની શું આવશ્યકતા છે. તપસ્વીજી તો આજન્મ તપસ્વી છે. તેમના સંયમને તે ધન્ય છે. નવકારની તપસ્યામાં ર૫-૨૫ અને ૩૫-૩૫ ઉપવાસ તેમણે કર્યા છે. એટલું જ નહિ પણ ત્રણત્રણ ઉપવાસે પારણું કરીને વરસીતપ કર્યો અને વિહારમાં પણ તે તપ ચાલુ હતું. દસ દસ પંદર પંદર માઈલના પહાડાના વિકટ વિહારમાં તેજ આ વરસતપ કરી શકે. એટલે તેમના તપની કાંઈ નવાઈ નથી.” મહારાજશ્રીએ તપસ્વીજી શ્રી ગુણવિજયજીના તપની, યશગાથા સંભળાવી.
સાહેબ ! ત્યારે તે અમારી પવિત્ર ફરજ થઈ જાય છે કે આવા અદ્વિતીય તપસ્વીજીની તપશ્ચર્યાનું ઉદ્યાપન જરૂર થવું જોઈએ.”
પણ તે માટે વ્યાખ્યાનમાં ટીપ કરવાની શી જરૂર !”
“સાહેબ ! અમારા શહેરમાં રિવાજ છે કે જે ઉપાશ્રયમાં અધિક તપસ્યા થાય તે ઉપાશ્રયમાં આવવાવાળાની ફરજ છે કે તે ટીપ કરીને પાસેના શ્રી જૈનમંદિરમાં અઠ્ઠાઈ મહોત્સવ કરે.”